September 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

12 ફૂટની આરસની મૂર્તિ તમારી આંખની સામે ક્ષણભરમાં ગાયબઃ કરણ જાદુગરે વાપી સહિત સંઘપ્રદેશોમાં પેદા કરેલું અનેરૂં આકર્ષણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
માનો યા નહીં માનો, પરંતુ આપણી નજરની સામે માણસનું માથું – પગ દેખાય અને ધડ ગાયબ થઈ જાય. આ પ્રકારનું થ્રિલર કરણ જાદુગરના શોમાં જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં 12 ફૂટની આરસની મૂર્તિ તમારી નજર સમક્ષ જ ક્ષણભરમાં ગાયબકરી નાંખવામાં આવે છે. દર્પણની આરપાર નિકળી જવું તથા ચલચિત્રને જીવંત કરવા જેવા અનેક રહસ્‍યો સાથે રોમાંચ માણવું હોય તો કરણ જાદુગર શો જોવો જરૂરી બન્‍યો છે. એકવાર જોયા બાદ ફરીવાર જોવાની પણ ઉત્‍સુકતા જાગતી રહે છે. કારણ કે, કરણ જાદુગરના શોમાં રહસ્‍ય અને રોમાંચની સાથે જ્ઞાન અને ગમ્‍મત પણ મળે છે. તેથી જ્‍યારે મોબાઈલ ટીવી કે સિનેમા પરિવાર સાથે બેસીને નહીં જોવાય તેવી સ્‍થિતિ બનતી હોય છે. જ્‍યારે કરણ જાદુગર પુરા પરિવાર સાથે બેસીને જોવાનો આનંદ બેવડાતો જોવા મળે છે.
વાપીના વી.આઈ.એ. હોલમાં ચાલી રહેલા કરણ જાદુગરનો શો રવિવારે સાંજે 6 અને રાત્રિએ 9 વાગ્‍યાથી ચાલે છે. જ્‍યારે દરરોજ રાત્રિના 9 વાગ્‍યે હવે ફક્‍ત 12મી જૂન સુધી જ વાપી ખાતે કરણ જાદુગરનો શો માણી શકશો.

Related posts

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્‍યમ શાળા ખાતે ત્રિ-દિવસીય સ્‍પોર્ટ્‍સ-ડેની ઉજવણી પ્રારંભ

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

વાપીના ડુંગરામાં પત્‍ની ઉપર ચારિત્ર્યની શંકા રાખીકસાઈ પતિએ છરા વડે પત્‍નીનું માથું કાપી નાખી કરપીણ હત્‍યા કરી

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

Leave a Comment