Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું, ખાડી ફળિયા ખાતે રહેતા ચંદ્રકલાબેનઅશોકભાઈ પવાર તા.14/5/2022ના રોજ નાના દીકરા વિજય પવારના ઘરે ગયા હતા. જ્‍યાં તેમના વહુ ગંગાબેન સાથે દૂધ બાબતે સમાન્‍ય બોલાચાલી થતા એ જ દિવસે સાંજે 4.30 વાગ્‍યે તેમના મોટા દીકરા રવિ પવારને ત્‍યાં જતા રહ્યાં હતા. ત્‍યાંથી તા.12-05-2022ના રોજ સવારે 8.00 વગ્‍યાના સુમારે રિક્ષામાં બેસી કયાંક જતા રહ્યા છે. જેમનો ફોન પણ બંધ છે. જેઓ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર 44 વર્ષ, ઊંચાઇ 5 ફૂટ, રંગે ઘંઉવર્ણ તથા મધ્‍યમ બાંધો છે. જેમને કેન્‍સરની બીમારી હોવાથી જીભ કાપી નાખેલી છે. તેમણે પીળા તથા ગુલાબી કલરની સાડી તથા ગળાના ભાગે બ્‍લુ કલરનો દુપટ્ટો પહેરેલો છે. જે ગુજરાતીતથા મરાઠી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઈને ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

સેલવાસ આમલી રોડ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં ચાલકે કાર ઘુસાડી દીધી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દિવાળી તહેવારના દિવસો દરમિયાન ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા 946 કેસોનું કરેલું વહન

vartmanpravah

Leave a Comment