September 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ધોરણ 1માં પ્રવેશ લેતાં બાળકોનાં સંઘપ્રદેશમાં સત્‍કારસન્‍માન સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રવેશોત્‍સવના શરૂ કરાવેલા નવતર પ્રયોગની થઈ રહેલી હકારાત્‍મક અસરઃ શાળાઓમાં વધી રહેલી સંખ્‍યા અને કન્‍યા કેળવણીને મળી રહેલું ઉત્તેજન

  • સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણના માધ્‍યમથી પ્રદેશની રોનક બદલવા શરૂ કરેલા પ્રયાસને પણ મળી રહેલી ધારી સફળતા

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ-સેલવાસ, તા.13

આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ધોરણ 1માં પ્રવેશ લીધેલા બાળકોના સત્‍કાર અને સન્‍માન માટે પ્રદેશની સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્‍સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., દાનિક્‍સ જેવા ઉચ્‍ચ અધિકારીઓએ ઉપસ્‍થિત રહી પ્રવેશ લેતા વિદ્યાર્થીઓનો હોંશલો બુલંદ કર્યો હતો અને તેઓ શાળાના પર્યાવરણથી પણ માહિતગાર થયા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે કાર્યભાર સંભાળ્‍યા બાદ શ્રી પ્રફુલભાઈ પટેલે 2017ના શૈક્ષણિક વર્ષના આરંભે પ્રદેશની શાળાઓમાં પ્રવેશોત્‍સવના આયોજનનો નવતર પ્રયોગ અમલમાં મુક્‍યો હતો. જેનો હેતુ ધોરણ 1માં પ્રવેશથી કોઈ બાળક વંચિત નહીં રહી જાય અને કન્‍યા કેળવણીને ઉત્તેજન આપવાનું છે. જે અંતર્ગત પહેલાધોરણમાં પ્રવેશ લેતા ભૂલકાંને શાળામાં ભણવાની સાથે સાથે આનંદ-પ્રમોદ પણ મળી શકે અને તેમના માટે એક નવું વિશ્વ ખુલે એવી ભાવનાથી પ્રવેશોત્‍સવનું આયોજન હાથ ધરાયું હતું. ગયા બે વર્ષ 2020 અને 2021 કોરોના મહામારીના કારણે પ્રવેશોત્‍સવ શક્‍ય નહીં બન્‍યો હતો.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવેશોત્‍સવના કાર્યક્રમ દરમિયાન તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત પણ કરાયા હતા અને પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા બાળક પાસે વૃક્ષારોપણ કરાવી તેમને પ્રકૃત્તિ સાથે પણ પરિચિત કરાયા હતા. શાળામાં તિથિ ભોજન અંતર્ગત સ્‍વાદિષ્‍ટ ભોજન પણ પિરસાયું હતું અને ઉચ્‍ચ અધિકારીઓ તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા બાળકોની સાથે પંગતમાં બેસી ભોજનનો સ્‍વાદ પણ માણ્‍યો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રવેશોત્‍સવના કારણે પ્રદેશની શાળાઓમાં નામાંકન પણ વધી રહ્યું છે. આજના કાર્યક્રમથી ફરી એકવાર પ્રદેશમાં શિક્ષણના માધ્‍યમથી રોનક બદલાવાનો આરંભ થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

વલસાડ 181 અભયમે પિતા-પુત્રીના ઝગડાનું સુખદ સમાધાન કરાવ્‍યું

vartmanpravah

મુસ્‍કાન એનજીઓ વાપી દ્વારા હિન્‍દી દિવસ નિમિત્તે વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment