Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

કડૈયા ગામના માહ્યાવંશી સમાજ માટે આસ્‍થાનું મુખ્‍ય કેન્‍દ્ર બનેલ અંબા માતાજીના પાટોત્‍સવ દરમિયાન ભક્‍તિના રંગમાં ડૂબેલું આખું ગામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા શ્રી અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કડૈયા ખાતે અંબા માતાજીનું મંદિર માહ્યાવંશી સમાજ માટે આસ્‍થાનું મુખ્‍ય કેન્‍દ્ર બનેલું છે અને કડૈયાના માહ્યાવંશી સમાજ તેમજ આજુબાજુના અન્‍ય સમાજના લોકોની સવારની શરૂઆત માતાજીના દર્શનથી થાય છે.
શ્રી અંબા માતાજીના 16મા પાટોત્‍સવ દરમિયાન કડૈયા ગામની દિકરીઓ દ્વારા માથા ઉપર કળશ અને ભાઈઓ દ્વારા માતાજીની પાલખી લઈ આખા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. ઘરે ઘરે માતાજીની પાલખીની આતરી ઉતારવામાં આવી હતી. જેના કારણે સમગ્ર ગામ ભક્‍તિમય બની ગયું હતું.
દર વર્ષે માતાજીના મંદિરમાં પાટોત્‍સવ દરમિયાન થતા યજ્ઞમાં આ વર્ષે બેસવાનો લ્‍હાવો શ્રી રિતેષ મહેન્‍દ્ર આગરિયા અને શ્રીમતી રોશની રિતેશ આગરિયાની યુગલ જોડીને મળ્‍યો હતો. ત્‍યારબાદ માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આયોજીત મહાપ્રસાદનો લાભ પણ સેંકડો લોકોએ લીધો હતો.
આ પ્રસંગે કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કડૈયાનાપૂર્વ સરપંચ અને સામાજિક આગેવાન શ્રી ગજુભાઈ પટેલ, પ્રદેશના આગેવાન મહિલા નેતા અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કડૈયાના નિવાસી અને પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મનહરભાઈ રાઠોડ, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ આગરિયા, શ્રી ગણપતભાઈ રાઠોડ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ આગરિયા, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી શૈલેન્‍દ્રભાઈ રાઠોડ, શ્રી રાજુભાઈ આગરિયા, શ્રી દિનેશભાઈ આગરિયા, શ્રી મયુરશભાઈ રાઠોડ, શ્રી શાંતિલાલભાઈ રાઠોડ સહિત સમસ્‍ત ગામના યુવાનો અને વડિલોનો સહયોગ રહ્યો હતો.

Related posts

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાધાબાઈ વાંચનાલયમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના નવા પુસ્‍તકો અર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment