September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીદેશનવસારી

ફડવેલ ગામે જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયતનું મકાન હાડપિંજર અવસ્‍થામાં: કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ

તસવીર – દીપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19
ચીખલી તાલુકાના ફડવેલ ગામે વર્ષો પહેલાં નિર્માણ પામેલી ગ્રામ પંચાયતનું મકાન કેટલાક વર્ષથી જર્જરિત હાલતમાં બનતા ગમે ત્‍યારે જમીન દોસ્‍ત થવાની ભીતિ સેવાઈ રહી છે.
ચીખલી તાલુકાના ફડવેલ ગામે આશરે 23 વર્ષ પહેલાં 1998ની સાલમાં નિર્માણ પામેલ ગ્રામ પંચાયતનું મકાન કેટલાક વર્ષથી જર્જરિત હાલતમાં છે. અહીં ગ્રામ પંચાયતમાં આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જર્જરિત ગ્રામ પંચાયતની હાલત હાડપિંજરની જેમ દેખાતા મકાનની છતમાંથી પોપડા ખરતા લોખંડનાસળિયા પણ દેખાવા લાગ્‍યા છે. અહીં ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારોને પણ ભય સતાવી રહ્યો છે. ફડવેલ ગામ આશરે 6000 હજારની વસ્‍તી ધરાવતું ગામ છે જેમાં આશરે 4300 જેટલું વોટિંગ સાથે ગ્રામ પંચાયતમાં દશ વોર્ડ ધરાવતા ફડવેલ ગામને નવું ગ્રામ પંચાયતનું મકાન પણ ઉપલબ થતું નથી, જ્‍યારે નવા મકાન માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવ્‍યો છે. નવા મકાનની માંગણી માટે વર્ષ 2016-17માં તત્‍કાલીન તાલુકા પંચાત સભ્‍ય શ્રીમતી ઉષાબહેન મહેશભાઈ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત પણ કરવામાં આવી હતી, ત્‍યારબાદ 2021માં તાલુકા પંચાયત સભ્‍ય શ્રી મહેશભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત સભ્‍યશ્રીને જાણ કરતા જિલ્લા પંચાયત સભ્‍ય દ્વારા જિલ્લા પંચાયતમાં નવા મકાન માટે માંગણી કરવામાં આવી હતી પરંતુ તેનું પણ આજે વર્ષ થવામાં આવ્‍યું છે છતાં ગામને નવું મકાન નહિ મળતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં જર્જરિત મકાનના ટપકતાં છત નીચે પાણીમાં અરજદારોએ કામ અર્થે આવવાં મજબૂર બનવું પડશે.

Related posts

વલસાડની અદિતિ વિશ્વાસ શેઠે બેંગલુરુની ‘નેશનલ લૉ સ્‍કૂલ ઓફ ઈંડિયા યુનિવર્સિટી’ની પ્રવેશ પરીક્ષામાં 23મું સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

વલસાડ એલ.સી.બી.એ નાસતા ફરતા પાંચ વોન્‍ટેડ આરોપીને ઝડપી જે તે પો.સ્‍ટે.ને સોંપ્‍યા

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ

vartmanpravah

Leave a Comment