July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દેવકા બીચ ખાતે લીલા ઘાસના સંયોજન સાથે બનેલ લેન્‍ડસ્‍કેપિંગનો ઢોળાવ પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું નજરાણું બનશે

  • નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરથી કડૈયા સુધીનો બીચ રોડ પૂર્ણતાના આરે

  • દેવકા બીચ ખાતે બનાવવામાં આવેલ વિશાળ પગથિયાં ઉપર બેસી અરબી સમુદ્રમાં અસ્‍ત થતાં સૂર્યને નિહાળવાનો આહ્‌લાદક લ્‍હાવો મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) તસવીર-અહેવાલઃ રાહુલ ધોડી દમણ, તા.22
નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરથી કડૈયા સુધી બની રહેલ બીચ રોડ હવે પૂર્ણતાના આરે છે. દેવકા બીચની કાયાપલટ અને નવઘડતર આંખે ઉડીને વળગે એ પ્રકારનું થઈ રહ્યું છે. દેવકા બીચ ખાતે લેન્‍ડસ્‍કેપિંગ અને લીલાછમ ઘાસના સંયોજનથી બનાવવામાં આવેલ ઢોળાવ પ્રવાસીઓ અને બાળકો માટે એક નવું આકર્ષણ પેદા કરી રહ્યું છે.
દેવકા બીચ ખાતે બનાવવામાં આવેલ વિશાળ પગથિયાં ઉપર બેસી અરબી સમુદ્રમાં અસ્‍ત થતાં સૂર્યને નિહાળવાનો આહ્‌લાદક લ્‍હાવો પણ પ્રવાસીઓ તથા સ્‍થાનિકોને મળવાનો છે. સંભવતઃ આ પ્રકારની વ્‍યવસ્‍થા દમણમાં જ આકાર લઈ રહી છે.

Related posts

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

Leave a Comment