Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં જિલ્લા પ્રશાસને બીચ, જાહેર સ્‍થળો પર તપાસ આદરી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, તમાકુ, દારૂનું સેવન અને વેચાણ કરનારાઓ પાસેથી વસૂલવામાં આવ્‍યો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, તમાકુ તથા તેની બનાવટોના વેચાણ ઉપર પ્રતિબંધ છે. ત્‍યારે આજે દમણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દમણના દરિયા કિનારે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક અને ગુટખાના વેચાણ કરનારાઓ તથા ઉપયોગ કરનારા પર દરોડા પાડવામાં આવ્‍યા હતા. જિલ્લા વહીવટી તંત્ર વતી આ દરોડા દમણના દેવકા અને જમ્‍પોરમાં સાંજે 5.30 થી 8 વાગ્‍યા સુધી પાડવામાં આવ્‍યા હતા. આદરોડામાં દુકાનદારો અને પ્રવાસીઓ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ, ગુટખા અને દારૂના વેચાણ અને વપરાશ પર દંડ વસૂલવામાં આવ્‍યો હતો. આ દરોડામાં જિલ્લા વહીવટી તંત્ર વતી દમણ નગરપાલિકા, જિલ્લા પંચાયત, આબકારી અને મહેસૂલ વિભાગની ટીમોએ સ્‍થાનિક પોલીસ અને મામલતદારની મદદથી વિવિધ સ્‍થળોએ દરોડા પાડીને 66 લોકો પાસેથી રૂા.58,200નો દંડ વસૂલ્‍યો હતો. આ દરમિયાન દમણ નગરપાલિકા દ્વારા 12 લોકો પાસેથી 7700 રૂપિયા, જિલ્લા પંચાયતની ટીમ દ્વારા 33 લોકો પાસેથી 33000, આબકારી વિભાગ દ્વારા 10 લોકો પાસેથી 9800 અને મહેસૂલ વિભાગ દ્વારા 11 લોકો પાસેથી 7700 રૂપિયા વસૂલવામાં આવ્‍યા હતા અને અન્‍ય હાજર દુકાનદારો અને પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ ખુલ્લામાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, ગુટખા અને દારૂનો ઉપયોગ કરતા જોવા મળશે તો દંડ વસૂલવામાં આવશે. અધિકારીઓએ ચેતવણી આપતા જણાવ્‍યું હતું કે પ્રથમ કિસ્‍સામાં ઓછો દંડ પરંતુ બીજી અને ત્રીજી વખત વધૂ દંડ વસૂલવામાં આવશે.
અત્રે યાદ રહે કે 26મી જૂનથી વધતા પ્રદૂષણને કારણે દમણ જિલ્લામાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, પાન મસાલા અને ગુટખાના વપરાશ અને વેચાણ પર જિલ્લા કલેક્‍ટર દ્વારા તાજેતરમાં એક આદેશ જારી કરવામાંઆવ્‍યો છે.

Related posts

મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળના ઉપલક્ષમાં દાનહમાં જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો એક ટીમ બની મોદી સરકારની લોક કલ્‍યાણકારી કામગીરીની જાણકારી જનજન સુધી પહોંચાડશે

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલ પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં બોયઝ અન્‍ડર-17 અને 14માં દાદરા નગર હવેલી તથા ગર્લ્‍સ અન્‍ડર-17માં દમણ ચેમ્‍પિયન

vartmanpravah

જિલ્લામાં પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

Leave a Comment