October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.03

દાદરા નગર હવેલી ટ્રાફિક વિભાગ દ્વારા એસ.પી.શ્રીના આદેશ અનુસાર મેસર્સ અમી પોલિમર પ્રાઇવેટ લિમિટેડ કંપની અથાલ ખાતે કર્મચારીઓ અને અધિકારીઓને સડક સુરક્ષા જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ટ્રાફિક નિયમો અંગે આવશ્‍યક જાણકારી આપવામાં આવી હતી, બાદમાં શહીદ ચોક સેલવાસ ખાતે પણ રીક્ષા ચાલકોને પણ નિયમો અંગે ટ્રાફિક પોલીસ દ્વારા આર.ટી.ઓ. દ્વારા જારી કરવામાં આવેલ કાયદેસર લાયસન્‍સ સાથે રાખવું, ડ્રાઈવિંગ કરતી વખતે સીટ બેલ્‍ટ બાંધવો/હેલ્‍મેટ પહેરવું, વાહનના આવશ્‍યક દસ્‍તાવેજ જેવા કે વીમો, પીયુસી, આરસી બુક સાથે રાખવું, વાહન ચલાવતી વખતે શરાબનું સેવન નહીં કરવું, ટ્રિપલ રાઇડિંગ નહી કરવી, વિશેષરૂપે ઓટોરિક્ષામાં વધુ યાત્રીઓને અનુમતિ નહીં આપવી સહિત સડક સુરક્ષા અંગે વિવિધ જાણકારી આપવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની આઈ.પી.એસ.-2023 બેચના પ્રોબેશનરી અધિકારીઓએ લીધેલી મુલાકાત: પ્રશાસકશ્રીને નેપાળ પોલીસ સંગઠનના પ્રતિનિધિઓએ આપેલી સ્‍મૃતિ ભેટ

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્‍ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડી

vartmanpravah

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment