October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે 

  • 2016 બેચના આઈ.એ.એસ. અધિકારી સલોની રાયની લક્ષદ્વીપ બદલી થતાં તેમના હસ્‍તકનો હવાલો પ્રશાસને અંકિતા આનંદને કરેલો સુપ્રત

  • દાનહના કલેક્‍ટર ઉપરાંત ડો. રાકેશ મિન્‍હાસની તમામ જવાબદારીનો પદભાર ભાનુ પ્રભા સંભાળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં કાર્યરત 2016 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી સલોની રાયની બદલી લક્ષદ્વીપ થતાં તેમના હોદ્દાનો અખત્‍યાર 2015 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી અંકિતા આનંદને સુપ્રત કરવામાં આવ્‍યો છે.

શ્રીમતી અંકિતા આનંદ સંઘપ્રદેશના શિક્ષણ સચિવની સાથે હવે દાદરા નગર હવેલી અને દમણ-દીવના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન, ઓફિશિયલલેંગ્‍વેજ, સ્‍કીલ ડેવલપમેન્‍ટ અને પોર્ટ એન્‍ડ લાઈટ હાઉસ વિભાગના પણ સચિવ તરીકેની જવાબદારી સંભાળશે. તેઓ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કો-ઓપરેટિવ સોસાયટીના રજીસ્‍ટ્રાર તરીકે પણ કામ કરશે.

2015 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી ભાનુ પ્રભા દાદરા નગર હવેલીના કલેક્‍ટર ઉપરાંત દાનહના શ્રમ અને રોજગાર વિભાગના અતિરિક્‍ત કમિશ્નર, એક્‍સાઈઝ વિભાગના ડેપ્‍યુટી કમિશ્નર તથા વેટ અને જીએસટી વિભાગના સંયુક્‍ત કમિશ્નર તરીકેની જવાદબારી પણ નિભાવશે. તેઓ દાનહ અને દમણ-દીવ પોલીસ કમ્‍પ્‍લેઈન્‍ટ ઓથોરિટીના ચેરપર્સન તરીકે પણ કામગીરી બજાવશે.

શ્રીમતી ભાનુ પ્રભા એસ.સી., એસ.ટી. અને ઓબીસી ફાઈનાન્‍સ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશન દાનહ-દમણ-દીવના મેનેજિંગ ડાયરેક્‍ટર ઉપરાંત દાનહના સામાન્‍ય વહીવટ, પ્રોટોકોલ, જાહેર ફરિયાદ, નગરપાલિકા પ્રશાસન, શહેરી વિકાસ અને ખાણ વિભાગના, અતિરિક્‍ત નિર્દેશક તરીકેની જવાબદારી પણ સંભાળશે. તેઓ દાનહ અને દમણ-દીવના વન પર્યાવરણ અને વાઈલ્‍ડ લાઈફ વિભાગના વિશેષ સચિવ, દાનહ કો-ઓપરેટિવ સોસાયટીના અતિરિક્‍ત રજીસ્‍ટ્રાર તથા દાનહ પીડીએના ચેરમેન તરીકેની કામગીરી પણ સંભાળશે.

આ તમામ હોદ્દાઓ અનુક્રમે શ્રીમતી સલોની રાય અને ડો. રાકેશ મિન્‍હાસને 18મી જુલાઈના રોજ રિલીવ કરાયા બાદ આ બંને અધિકારીઓસંભાળશે.

Related posts

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

સરીગામ જીઆઇડીસી અને પ્રદૂષણ એકબીજાના બની રહેલા પર્યાય : કરજગામ નજીક એન્‍જિનિયરિંગ ઝોનમાં ખુલ્લામાં છોડવામાં આવેલું કલરયુક્‍ત પ્રદૂષિત પાણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

Leave a Comment