Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી

પાલિકા અને ભાજપના પ્રતિનિધિ મંડળે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ચર્ચા વિમર્શ કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી શહેરમાં છેલ્લા એક વર્ષથી વિકાસ કામોની રફતાર વધી રહી છે. શહેરના અનેક વિસ્‍તાર અને ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યોછે. ત્‍યારે હજુ વધુ વિકાસ થાય અને પાઈપ લાઈનમાં રહેલ વિકાસ યોજનાઓ ઝડપથી પુરી થાય એ માટે વાપી પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી હતી. જ્‍યાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની સાથે મુલાકાત કરી વિકાસ કામોને વેગ આપવાની ચર્ચા વિચારણા અને રજૂઆત કરવામાં આવી હતી.
વાપી શહેરમાં હાલના વિકાસ કાર્યોમાં ખાસ જે ટાઈપ ઓવરબ્રિજ, અંડરબ્રિજ કેબલિંગ અને અન્‍ય વિકાસ કામો અંતર્ગત પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી હતી. જ્‍યાં કેબિનેટ નાણાં, ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લઈ રજૂઆત કરી હતી. મુલાકાત પ્રતિનિધિ મંડળમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્‍મિરાબેન શાહ, કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, ચીફ ઓફિસર કલ્‍પેશભાઈ પટેલ અને રામચંદ્રભાઈ વગેરે જોડાયા હતા.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ઓપન ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

લોકસભા 2024ની ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ?: અટકળોનું બજાર ગરમ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

vartmanpravah

Leave a Comment