September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા તારીખ 03 જુલાઈના રોજ રોટરી હોલ વલસાડ ખાતે એક બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. જેમાં ટોટલ 60 યુનિટ બ્‍લડ કલેક્‍ટ કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર આયોજન પ્રોજેક્‍ટ ચેરમેન રોટેરિયન ડો.મેહુલ સોલંકી દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં રોટ્રેક્‍ટ ક્‍લબ ઓફ વલસાડ, એચડીએફસી બેન્‍ક, લાયન્‍સ ક્‍લબ તિથલ રોડ તથા ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન વલસાડ બ્રાન્‍ચએ પણ સક્રિય ભાગ લીધો હતો. આ કેમ્‍પમાં બિગ પ્‍લાસ્‍ટિકના મનોજ જૈન, ઓર્થો ટેકના રો. સુશાંત બેનરજી, લાયન્‍સ ક્‍લબના સભ્‍યો અને એચ.ડી.એફ.સી.ના સભ્‍યો દ્વારા રકતદાન કરવામાં આવ્‍યું હતું. પ્રથમ વખત રકતદાન કરવા માટે યુવાનોને પ્રોત્‍સાહિત કરવાના હેતુથી આ કેમ્‍પ યોજાયો હતો. આજના કાર્યક્રમમાં રક્‍તદાતાઓને યાદગીરી રૂપે ગિફટ પણ આપવામાં આવી હતી. રોટરી ક્‍લબ ઓફ વલસાડના પ્રથમ મહિલા પ્રેસિડેન્‍ટ સ્‍વાતિશાહ તથા સેક્રેટરી નિરાલી ગજ્જર દ્વારા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

સી.એસ.આર. અંતર્ગત ટેકફેબ ઇન્‍ડિયા ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ. દ્વારા આર્થિક રૂપે નબળા અને દિવ્‍યાંગ સેલવાસના રામૈયા નાદરને આપવામાં આવી ઈ-રીક્ષાની ભેટ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં નરાધમ બાપે સગીર દિકરી સાથે અડપલા કર્યા : નિર્લજ્જ બાપની ધરપકડ

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment