
સેલવાસમા મહારાષ્ટ્ર સમાજ અને જય મહારાષ્ટ્ર વારકરી ભજન મંડળી દ્વારા શંભાજી બ્રિગેડના સહયોગ દ્વારા દેવશ્ય એકાદશી નિમિતે વિઠઠલ રુક્મણીની પાલખી યાત્રા કાઢવામા આવી હતી જેની શરૂઆત દત્તમંદિરથી કરી આખા શહેરમા ફરી પરત દત્ત મંદિર પર આવી હતી આ પાલખી યાત્રામા જોડાયેલા ભાવિક ભક્તો માટે શંભાજી બ્રિગેડ દ્વારા ફરારી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામા આવી હતી.

