July 27, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

દીવના લોકોએ પ્રશાસનની વિકાસલક્ષી નીતિ ઉપર મહોર મારી છે ત્‍યારે ભાજપ મોવડી મંડળ પ્રમુખ અને ઉપ પ્રમુખનો કળશ કોના ઉપર ઢોળે તેના ઉપર મંડાયેલી તમામની નજર 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.15
આવતી કાલે દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની યોજાનારી ચૂંટણીની પૂર્વ સંધ્‍યાએ પ્રદેશ ભાજપ દ્વારા યોગ્‍ય ઉમેદવારની શોધ માટેની બેઠકોનો દૌર દીવ ભાજપ કાર્યાલયમાં ચાલી રહ્યો છે.
પ્રથમ અઢી વર્ષ દીવ નગરપાલિકામાં પ્રમુખ પદ મહિલા માટે અનામત હોવાથી અગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી ઉમેદવારની પસંદગી ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે.
13 બેઠકોનું કદ ધરાવતી દીવ નગરપાલિકામાં તમામ બેઠકો ઉપર ભાજપનો કબ્‍જો છે અને ભાજપ તરફથી 7 મહિલાઓ વિજેતા બનેલ છે. તેથી પસંદગીની બાબતમાં ભારે સ્‍પર્ધા જોવા મળી રહી છે. દીવ નગરપાલિકા ઉપર હંમેશા ઘોઘલાનું વર્ચસ્‍વ રહ્યું છે ત્‍યારે આ વખતે પણ ઘોઘલા મેદાન મારશે કે કેમ તે બાબતે પણ લોકોમાં ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે.
આ વખતની ચૂંટણીમાં પક્ષકરતા પણ વધુ પ્રદાન શહેરમાં થયેલા વિકાસ કામોનું રહ્યું છે. દીવના લોકોએ પ્રશાસનની વિકાસલક્ષી નીતિ ઉપર મહોર મારી છે ત્‍યારે ભાજપ મોવડી મંડળ પ્રમુખ અને ઉપ પ્રમુખનો કળશ કોના ઉપર ઢોળે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

મરામ્‍મત-રખરખાવ અને સફાઈ માટે આજથી 11મી નવેમ્‍બર સુધી નાની દમણની નમો પથ અને મોટી દમણનો રામસેતૂ બીચ રોડ લોકોની અવર-જવર માટે બંધ

vartmanpravah

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

તલાસરીના કોચાઈ તથા બોરમલ ગામેથી પસાર થતા સુચિત વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વે ની આદિવાસીઓએ કામગીરી અટકાવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણ

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment