October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં પરિવાર સ્‍નેહમિલન, રક્‍તદાન કેમ્‍પ અને નૂતનવર્ષની ઉજવણી એમ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુંબઈ, વાપી, સેલવાસ, ઉમરગામના કચ્‍છીભાનુશાલી સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
વલસાડથી મુંબઈ સુધી કચ્‍છી ભાનુશાલી પરિવારો મોટી સંખ્‍યામાં વસેલા છે. તમામ પરિવારોના ટ્રસ્‍ટ અને મંડળ વાપી, સેલવાસ, ઉમરગામમાં કાર્યરત છે. વલસાડ ભાનુશાલી સમાજ દ્વારા રવિવારે સ્‍નેહમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રક્‍તદાન, વિદ્યાર્થીઓને શિક્ષણ, માર્ગદર્શન અને રક્‍તદાન કેમ્‍પ જેવા કાર્યક્રમ સ્‍નેહમિલન સમારોહમાં સાંકળવામાં આવ્‍યા હતા. નવા ટ્રસ્‍ટીઓ હર્ષદભાઈ કટારીયા, કરસનભાઈ દામા, છગનભાઈ જોઈસર તથા ભુતપૂર્વ પ્રમુખ, ટ્રસ્‍ટીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. નવનિયુક્‍ત જોશીલા પ્રમુખ કાંતીભાઈ ભદ્રાએ સમાજની પ્રગતિ અને વિકાસ અંગે ઉદ્દબોધન કર્યું હતું તેમજ દાતાઓનો આભાર માન્‍યો હતો. કાર્યક્રમમાં 250 યુનિટ રક્‍તદાન પણ થયું હતું.

Related posts

દાનહ વન વિભાગે પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

વાપી રહેણાંક વિસ્‍તારમાંથી છેલ્લા બે મહિનામાં 200 ઉપરાંત સાપ રેસ્‍ક્‍યૂ કરાયા

vartmanpravah

Leave a Comment