September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: અતિ ભારે વરસાદ બાદ નવસારી જીલ્લામાં રોગચાળો ન ફેલાઇ માટે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. પુરઅસરગ્રસ્ત વિસ્તારમાં પુર બાદ વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યું, મેલેરીયા, ચિકનગુનીયા, પાણીજન્ય રોગો જેવા કે ઝાડા- ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ જેવા રોગો થવાની શકયતા વધુ રહેતી હોય છે.
જેને લઇ નવસારી જીલ્લાની આરોગ્ય વિભાગની ૨૧૩ જેટલી મેડીકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઘરે ઘરે શુધ્ધ ક્લોરીન યુક્ત પાણી મળી રહે એ માટે ક્લોરીન ગોળીઓનું વિતરણ તેમજ કેપ.ડોક્ષીસાઇકલીન નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બિમાર વ્યક્તિને સારવાર મળી રહે તે માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૧૧ મેડીકલ કેમ્પો કાર્યરત કરવામાં આવ્યાં છે. લોકોને શુધ્ધ ઉકાળેલું ક્લોરીન યુક્ત પાણી પીવું, વાસી ખોરાક ન ખાવાની તેમજ આરોગ્ય શિક્ષણ ટિમો દ્વારા આપવામાં આવે છે.

Related posts

વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક ગેસ પાઈપલાઈનમાં લીકેજ

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

કપરાડા દિક્ષલ ગામે થયેલ પેટ્રોલ પમ્‍પ લૂંટના વધુ બે આરોપી વાપીથી ઝડપાયા

vartmanpravah

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગણદેવી તાલુકામાં 170 અને ચીખલી તાલુકામાં 111 ટીબીના દર્દીઓ નોંધાયા

vartmanpravah

Leave a Comment