October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ભારે વરસાદને કારણે ખખડધજ બનેલા રસ્‍તાઓ તાત્‍કાલિક રીપેર કરવા સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે રસ્‍તાઓની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હોય તેનેતાત્‍કાલિક રીપેર કરવા માટે સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર જિલ્લામાં કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સેલવાસ અને જિલ્લા પંચાયત વિસ્‍તારમાં ડામર રોડ અને કાચા રોડની હાલત ખુબ જ દયનીય બની જવા પામી છે. જેનાથી વાહન ચલાવનારને ખુબ જ તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે. કેટલાક રસ્‍તાઓ એટલા જર્જરિત છે કે વાહન લઈને પસાર થવું જાણે માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવાનો હોય. સેલવાસથી ખાનવેલ મુખ્‍ય રોડ, રખોલીથી સાયલી તરફ જતો રોડ, ખેરડી ચેકપોસ્‍ટથી ખાનવેલ તરફ જતો રોડ જે કલા ફાટક સુધી ખુબ જ બદતર હાલતમાં છે. અથાલથી ખરડપાડા થઈ કનાડી ફાટક અને લુહારી તરફ જતો રોડ, ડાંડુલ ફળીયા ચાર રસ્‍તાથી અથોલા થઈ ઉમરકુઇ જતો રોડ, ડોકમરડી બ્રીજથી વાઘછીપા તરફ જતો મેન રોડ આ રસ્‍તાઓ પરથી હજારો લોકો પોતાના વાહનો લઈને જતા હોય છે અને ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તાર હોવાથી 24 કલાક રોડ ચાલુ હોય છે. તેથી આ રસ્‍તાઓને તાત્‍કાલિક ધોરણે પ્રશાસન સ્‍થળ પર જઈ તપાસ કરી વહેલામાં વહેલી તકે રીપેર કરે એવી પાલિકા કાઉન્‍સિલ શ્રી સુમનભાઈ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

vartmanpravah

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment