Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

આંગણવાડીના બાળકોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અગ્રણી બેંક બેંક ઓફ બરોડાનો 115મો સ્‍થાપના દિવસ દરેક 12 બ્રાન્‍ચના ગ્રાહકો સાથે મનાવવામાં આવ્‍યો હતો. આ અવસરે બાળ વિકાસ પરિયોજનાના અધિકારી શ્રીમતી નમ્રતાબેન પરમારના માર્ગદર્શનમાં ગ્રામીણ ક્ષેત્ર માંદોની અને સીંદોની આંગણવાડીના 130 બાળકોને સી.એસ.આર. અંતર્ગત રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું સાથે નોટબૂક પેન અને ફૂડપેકેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ગ્રામીણ સ્‍વરોજગાર પ્રશિક્ષણ સંસ્‍થા આરસેટીમાં 115 ઔષધિય અને ફળના વૃક્ષા રોપણ અને વિતરણ કરવામાં આવ્‍યું સાથે દરેક શાખાઓમાં નૈતિકતા આચરણ સંહિતાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ અવસરે બેંક ઓફ બરોડાના ઉપરી અધિકારી,બ્રાન્‍ચ મેનેજર, કર્મચારી માંદોની, સીંદોની જિલ્લા પંચાયત સભ્‍ય, સરપંચ, બાળ વિકાસ પરિયોજનાના કર્મચારી, બેંક ઓફ બરોડાના કર્મચારી અને આરસેટીના કર્મચારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

દાદરા ગામે કંપનીનો ગેટ પડતા વોચમેનનું કરુણ મોત

vartmanpravah

સંઘપ્રદેશમાં આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ હડકવા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની વાપીની એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં બે દિવસીય ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment