September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

પીપેલખેડ ગામમાં રૂપિયા ૧૩.૭૪ લાખના ખર્ચે થનારા ૧૩ વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૫૦.૫૧ લાખના ખર્ચે થનારા ૩૫ વિકાસ કામોનું ખાતમુહૂર્તની કરાઈ ઘોષણા : વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું કરાયું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. 21
ગુજરાત સરકારશ્રીની ૨૦ વર્ષની વિકાસયાત્રા અંતર્ગત નવસારી જિલ્લામાં ગામેગામ ભ્રમણ કરી રહેલી “વંદે ગુજરાત વિકાસયાત્રા” આજે પીપેલખેડ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ કુમ કુમ તિલક અને સાંસ્કૃતિક નૃત્ય કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં જન-જન સુધી પહોંચે તે માટે કાર્યરત છે. આ રથ થકી ગુજરાત સરકારના છેલ્લા ૨૦ વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કામોની લોકોને જાણકારી આપવા સાથે ઘર આંગણે જ વિવિધ યોજનાકીય સહાય મળી રહે તે મુખ્ય ઉદેશ રહેલો છે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષોમાં દરેક ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. રાજ્યમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, જેવા ક્ષેત્રોના વિકાસમા વિકાસમાં આમૂલ પરિવર્તનો આવ્યાં છે.
સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્થળ પર લાભોનું વિતરણ કરાયું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ બારતાડ જિલ્લા પંચાયતની સીટના કામળઝરી, સતીમાળા, લાકડ બારી, બારતાડ, ખાનપુર, ઘોડમાળ, બેડમાળ, લાછકડી, રવાણીયા, કાવડેજ, કેલીયા ગામોમાં ફરી નિયત રૂટ કાર્યક્રમ અનુસાર ભ્રમણ કરશે.
પીપેલખેડગામે આવી પહોંચેલી વિકાસયાત્રા દરમિયાન સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણની યોજનાઓ અંતર્ગત રૂા. ૧૩.૭૪ લાખના ખર્ચે થનારા ૧૩ કામોના લોકાર્પણ અને રૂા. ૫૦.૫૧ લાખના ખર્ચે થનાર ૩૫ કામોના ખાતમુહૂર્તની ઘોષણા કરવામાં આવી હતી. સાથોસાથ સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ થકી ગ્રામજનો સમક્ષ સરકારશ્રીની લોકહિતમાં કરેલ વિકાસલક્ષી વિવિધ કામગીરી તેમજ યોજનાકીય જાણકારી આપતી સાફલ્ય ગાથાઓની ઝાંખી કરાવતી શોર્ટ-ફિલ્મોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાંસદા પ્રમુખશ્રી સંતુભાઈ પી ગાંવિત , વાંસદા ઉપ પ્રમુખશ્રી,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ. પી.ગોહિલ અને ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

Related posts

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

ચીખલી પોલીસે સ્‍થાનિકોની મદદથી થાલા ગામેથી આંતરરાજ્‍ય લૂંટ-ધાડના ગુનાને અંજામ આપતી ચીકલીગર ગેંગના બે આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

vartmanpravah

ચીખલીમાં તાલુકા સેવા સદન બિલ્‍ડિંગ મધમાખી ઉછેર કેન્‍દ્ર બન્‍યું

vartmanpravah

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

Leave a Comment