Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

સંઘપ્રદેશ અને ગુજરાત સહિત દેશના 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા સાંસદ લાલુભાઈ પટેલે વિદેશ મંત્રી સાથે કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.22: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની મુલાકાત કરી છેલ્લા ચાર વર્ષથી પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને મળી દમણ-દીવ અને ગુજરાત સહિત દેશના 618 જેટલા પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોની વ્‍યથા રજૂ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, 1523 જેટલી બોટ પણ પાકિસ્‍તાનના કબ્‍જામાં રહેલી છે. તેમણે માછીમારો અને બોટોને છોડાવવા પાકિસ્‍તાન સત્તાવાળાઓ સાથે યોગ્‍ય વાટાઘાટ કરી સમસ્‍યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

ચીખલી તાલુકામાં પૂરથી કેળના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતર ચૂકવવા ઉઠેલી માંગ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે દ્વારા ચિલ્ડ્રન હોમના બાળક માટે દત્તક વિધાનનો પ્રથમ આદેશ અપાયો

vartmanpravah

Leave a Comment