October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24
સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ શાળાનું ધોરણ 10નું સીબીએસઈનું પરિણામ 99 ટકા આવ્‍યું છે. ઈશાન મેહતાએ સાયન્‍સમાં અદ્યશા ખટુઆએ ગણિત અને હિન્‍દીમાં અને શ્રેયા મિષાીએ સામાજીક વિજ્ઞાનમાં 100 ટકા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. 98.80 ટકા સાથે અદ્યશા ખટુઆ પ્રથમ, 97.80 ટકા પ્રાપ્ત કરી દત્તારાજ બાલકૃષ્‍ણન સૌદાગર બીજા નંબરે અને 97.40 ટકા સાથે ઈશાન મહેતા ત્રીજા નંબરે રહ્યા હતા. આ શાળામાં 437 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી તમામે તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ સો ટકા આવ્‍યું છે. આ અવસરે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓના પરિશ્રમની સરાહના કરી અને એમના ઉજ્જવળ ભવિષ્‍યની કામના આપી હતી. આ દરેક શિક્ષકોનું યોગદાનનું ફળસ્‍વરૂપે જ સંભવ છે. શાળાના આચાર્ય શ્રી એ.એન.શ્રીધર અને વાઈસ પ્રિન્‍સિપાલ નિરાલી પારેખે પણ વિદ્યાર્થીઓનેશુભકામના આપી હતી.

Related posts

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment