September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડ ઉપર અજાણ્‍યા ઈસમે કરેલું ફાયરિંગ

ફાયરિંગ કરનાર આરોપીની પોલીસે કરેલી ધરપકડઃ સિક્‍યુરીટી ગાર્ડ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ 
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે બપોરે લગભગ 2:45 વાગ્‍યાના અરસામાં પોલીસને સૂચના મળી કે સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડ ઉપર કોઈઅજાણ્‍યા વ્‍યક્‍તિએ ફાયરિંગ કર્યું છે. સૂચના મળતાં જ પોલીસ સ્‍ટાફ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ઈજાગ્રસ્‍ત સિક્‍યુરીટી ગાર્ડને સારવાર માટે હોસ્‍પિટલ પહોંચાડાયો હતો અને ગોલી મારનાર વ્‍યક્‍તિની પરપકડ કરી હતી.
કલારિયા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રવિવારે બપોરે 2:45 વાગ્‍યાની આસપાસ સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડને ગોળી મારવાની ઘટના સામે આવી હતી. પોલીસે ગોળી મારનાર આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઈજાગ્રસ્‍ત સિક્‍યુરીટી ગાર્ડને સારવાર માટે હોસ્‍પિટલમાં ભરતી કરાયો છે અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

ચોરોને શોધવા નીકળેલ વલસાડ એલસીબીને બુટલેગરો મળ્‍યા

vartmanpravah

ખૂબ જ નજીકના ભવિષ્‍યમાં ઔર વધુ દમણની શાન અને સૂરત વધશે

vartmanpravah

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહઃ સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ચલાવવા બાબતે શિક્ષણ સચિવને કરેલી ફરિયાદ

vartmanpravah

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment