Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: પારડી તાલુકાના ઉદવાડા ખાતે ભગીની સમાજ હાઈસ્‍કૂલમાં વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત 500 જેટલી કન્‍યા તાલીમાર્થીઓને સેલ્‍ફ ડિફેન્‍સ કરાટે અસોસિએશન ઓફ વલસાડ/આર્મર માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા સ્‍વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ કાર્યક્રમમાં પારડી પોલીસ મથકના પીએસઆઈ જે.એન.સોલંકી દ્વારા પોલીસને લગતી માહિતી વિગતવાર સમજાવી વધુમાં ‘શી ટીમ ની માહિતી આપતા જણાવ્‍યું કે, કન્‍યાઓને બાહ્ય ગેરલાભ ઉઠાવતા તત્‍વો સામે કઈ રીતે એલર્ટ રહી પોતાનું સ્‍વરક્ષણ કરી શકાય. તેમજ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા પોલીસ હંમેશા સતર્ક રહે છે જે બાબતે ‘શી ટીમ કામગીરી કરી રહી છે.
કયોસી મનોજ પટેલે પોલીસ તથા આમ જનતાનું જોડાણ વિશે તથા પોલીસ 24 કલાક એલર્ટ હોવા છતાં આપણે પોતે પણ પોતાની રક્ષા કઈ રીતે કરી શકીએ અને સમાજને મદદરૂપ થઈ શકાય તે બાબતે માહિતગાર કર્યા કરી What is Good touch, what is Bad touch ભવની માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓને કયોસી મનોજ પટેલ, સેન્‍સાઈ આકાશ પટેલ અને સેન્‍સાઈમંગલ ટેલરદ્વારા સ્‍વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં પારડી પીએસઆઈ જે. એન. સોલંકી અને શાળાના આચાર્યએ હાજર રહી મહિલા સેલ્‍ફ ડિફેન્‍સના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્‍ય કર્યું હતું.

Related posts

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

કાઉન્‍સિલની પ્રથમ બેઠકમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ સુંદર અને રળિયામણું બનાવવા વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

vartmanpravah

પારડી સોના દર્શન પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી 35 હજારના સાઈલેન્‍સરનીᅠચોરી

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક એ મુલાકાત લીધી

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment