Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

‘મન કી બાત’ના 91મા સંસ્‍કરણને દીવ જિલ્લા સાથે પ્રસારણ માટે સીધા જોડાવા ફરી એકવાર મળેલી તકનો લાભ વધુમાં વધુદીવના લોકો લઈ શકે એ માટે જિલ્લા ભાજપ દ્વારા કરાયેલા વિશેષ પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.31
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 91મા સંસ્‍કરણને આજે દીવ જિલ્લા સાથે પ્રસારણ માટે સીધા જોડાવાનો ફરી એકવાર અવસર પ્રાપ્ત થયો હતો. જેના અનુસંધાનમાં આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ ‘મન કી બાત’ કાર્યક્રમના પ્રસારણને વધુમાં વધુ લોકો જોઈ શકે અને સાંભળી શકે તે માટે દીવ ઘોઘલાના ફિશરમેન શેડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.
દીવ જિલ્લાના માછીમારો અને ખલાસીઓ તથા તેમના પરિવારના લોકો આ કાર્યક્રમમાં ખાસ જોડાયા હતા. દીવ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી બિપીન શાહ, મહામંત્રી શ્રી મોહનભાઈ, દીવ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયાના ખાસ પ્રયાસોથી આ કાર્યક્રમમાં લગભગ 600થી વધુ લોકોએ ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાથે સીધા જોડાયા હતા.
——

Related posts

વલસાડ તા.પં.ની આજે ગુરુવારે સામાન્‍યસભા યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને જિ.પં. પ્રમુખ નિશા ભવરે સીલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું અનાવરણ

vartmanpravah

સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ

vartmanpravah

દાદરા ગામની યુવતી ગુમ

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે

vartmanpravah

Leave a Comment