April 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ગુજરાતનું મહત્વનું પગલું:  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.05: “કૃષિ ક્ષેત્રમાં અધ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે શુભારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી ખેડૂતોની આવકમાં વધારો કરી સમય અને શ્રમનો ઘટાડો કરવાના નવતર અભિગમના ભાગરૂપે નવસારીના નાગધરા ગામે આજરોજ કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તેવા શુભ આશયથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા ઈફ્કો નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો હતો. હવે માત્ર ૨૦ મિનીટમાં ૧ હેક્ટર જેટલા વિસ્તારમાં માત્ર ૨૫ લીટર પાણી દ્વારા દવાનો છંટકાવ શક્ય બનશે. જેથી ખેડૂતોનો ખર્ચ અને સમય પણ બચશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, કૃષિ ખાતાના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો અને ખેડૂતો હાજર રહ્યા હતા.

Related posts

પ્રધાનમંત્રીનરેન્‍દ્રભાઈ મોદીને આવકારવા દમણમાં યોજાયો અભૂતપૂર્વ રોડ શો

vartmanpravah

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ પુસ્‍તકાલયમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ તેમજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

vartmanpravah

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નવમા વર્ષના નૂતન કાર્યકાળના આરંભ સાથે હવે દાનહ અને દમણ-દીવ તમામ સમસ્‍યાઓથી મુક્‍ત થવા તરફઃ સમગ્ર દેશ માટે મોડેલ પ્રદેશ બનશે

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment