October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.08: દાદરા નગર હવેલીના સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમાં બેંકની બહાર ઉભા રહી કેટલાક ગ્રાહકોના પૈસા લઈ કાગળની થપ્‍પીઓ પકડાવનાર બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી અશોક છગન હરજન, રહેવાસી પાદરીપાડા-મસાટ જેઓ બેંક ઓફ બરોડા, ટોકરખાડા એટીએમમાંથી પૈસાઉપાડવા આવ્‍યા હતા, તેઓએ એટીએમમાંથી 28હજાર રૂપિયા ઉપાડયા હતા. બાદમાં ઘર તરફ જવા નીકળ્‍યા હતા ત્‍યાં તેઓને એક અજાણ્‍યો વ્‍યક્‍તિ મળ્‍યો જેણે જણાવ્‍યું કે હું ઉત્તર-દેશનો રહેવાસી છે અને મારે મારા માતા-પિતાને એક લાખ રૂપિયા મોકલવાના છે એ જ સમયે એક બીજો વ્‍યક્‍તિ આવ્‍યો અને જણાવ્‍યું હતું કે એક લાખ રૂપિયા એક સાથે બેંકમાંથી મોકલાવી શકાય એમ નથી. જેથી આપ સહકાર આપો તો અડધા પૈસા આપના ખાતામાંથી મોકલાવી દઈએ જે પૈસા આપને હું આપી દઈશ. આ વાતમાં આવી ફરિયાદી પણ તૈયાર થઈ ગયો તો બીજા વ્‍યક્‍તિએ પહેલા વ્‍યક્‍તિને રૂમાલમાં ઢાંકેલ નોટનું બંડલ લીધું અને અશોકને આપ્‍યું હતું. અશોકે પણ એના ખાતામાંથી ઉપાડેલ 28હજાર રૂપિયા અને એનો મોબાઈલ લઈ બન્ને યુવાનો ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધી આઇપીસી 420, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ગત 5મી ઓગસ્‍ટના રોજ એક વ્‍યક્‍તિ પ્રશાંત રાજેશ મિશ્રા (ઉ.વ.24) રહેવાસી બોઇસર- મહારાષ્‍ટ્ર અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ જેની ધરપકડ કરવામાં  આવી હતી. બાદમાં એણે ગુનો કબુલ કરતા બીજો આરોપી વિષ્‍ણુ પ્રભાકર ગુપ્તા (ઉ.વ.28) રહેવાસી બોઇસર, મહારાષ્‍ટ્ર જેને પણ 7મી ઓગસ્‍ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી.આ અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

દાનહ પોલીસ દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે કે તેઓ સાથે આવી કોઈ ઘટના બને તો તાત્‍કાલિક પોલીસને જાણ કરે.

Related posts

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરટીઓ દ્વારા એક માસમાં નિયમનો ભંગ કરતા 1677 વાહનોને રૂ. 58 લાખનો દંડ ફટકારાયો

vartmanpravah

Leave a Comment