December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

વાહન ચાલકોને હેલ્‍મેટનો દંડ નહીં પણ નિયમો સમજાવ્‍યા : વાહન ચાલકોએ મહિલા પોલીસોને રોકડા, ચોકલેટની ભેટ આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: આજે સમગ્ર વલસાડ જિલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર બંધનને પ્રેમના પ્રતિક સમી રક્ષાબંધનની ઠેર ઠેર ઉજવણી થઈ હતી તે અંતર્ગત વાપી પોલીસ વિભાગે અનોખી રીતે રક્ષાબંધન ઉજવી હતી. મહિલા કોન્‍સ્‍ટેબલો નિયમ ભંગ બદલ દંડનિય કાર્યવાહી નહી પણ ટુવ્‍હિલર ચાલકોને રાખડી બાંધી હેલ્‍મેટ અને ટ્રાફિક નિયમોની સમજણ આપી હતી.
આજે ગુરૂવારે રક્ષાબંધનના દિવસે જિલ્લા પોલીસે અનોખી ડ્રાઈવ યોજી હતી. મહિલા કોન્‍સ્‍ટેબલોએ ટ્રાફિક નિયમ ભંગ કરી નિકળતા વાહન ચાલકો રાખડી બાંધી ટ્રાફિક નિયમોની પ્રતિક્ષા લેવડાવી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ ડ્રાઈવ વાપી, પારડી, ઉમરગામમાં પણ ચલાવાઈ હતી. વાપીમાં ઈમરાનનગરમાં ડ્રાઈવ દરમિયાન મહિલા પોલીસે ટુવ્‍હિલર ચાલકોને રાખડી બાંધતી હતી ત્‍યારે ચાલકોએ મહિલા કર્મચારીઓને પુરસ્‍કાર રૂપે રોકડ રકમ, ચોકલેટ, ફ્રૂટ જેવી ભેટો પણ આપતા રહેલા. પોલીસ વિભાગ દ્વારા રક્ષાબંધનની ઉજવણી નોખી રીતે કરીને અનોખી ભાત પાડી હતી. તેમજ પોલીસ વિભાગની કામગીરી ઠેરઠેર બિરદાવવામાં આવી હતી. આમ સમાજ અને પોલીસ વચ્‍ચે આવકાર્ય સેતુ રચાયો હતો.

Related posts

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah

વલસાડમાં 25મી ડિસેમ્‍બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્‍ટ ‘આઈ સોનલ માઁ’ ના પ્રાગટય પર્વ નિમિત્તે ‘સોનલ બીજ’ની ઉજવણી કરશે

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

દમણના દમણવાડા વિસ્‍તારની આ મહિલાઓ સમાજ માટે પથદર્શક બની છે

vartmanpravah

Leave a Comment