Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

75 માં સ્‍વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્‍ડનટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજમાં 75 માં સ્‍વતંત્રદિનની ઉજવણીના ભાગરૂપ એડવોકેટ શ્રીમતિ ભારતીબેન બ્રહ્મભટ્ટના વરદ હસ્‍તે તિરંગો લહેરાવવામાં આવ્‍યો હતો અને આ પ્રસંગે બીજેપી- ઓબીસી મોર્ચા વાપી નોટીફાઈડ એરિયા પ્રમુખ શ્રી બિમલભાઈ ચૌહાણ, કોલેજના સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ હાજર રહી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્‍યા હતા. તેમજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે એડવોકેટ શ્રીમતી ભારતીબેન બ્રહ્મભટ્ટ દ્વારા પ્રસંગોપાત ઉદભોદન કરી દરેક વિધાર્થીઓને રાષ્‍ટ્રના વિકાસમાં સહકાર આપી ભારત દેશને આત્‍મનિર્ભર બનાવવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રીમતી ડો.પૂનમ બી.ચૌહાણે મુખ્‍ય મહેમાન, આમંત્રિત મહેમાનો, ટ્રસ્‍ટીગણ, સ્‍ટાફગણ તથા વિદ્યાર્થી મિત્રોનો આભાર માની દેશની વિવિધ સેવાઓમાં ભાગીદાર બનવાની ખાત્રી આપતા, શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્‍સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah

દમણ પોલીસે માંડ 10 દિવસમાં ઘરફોડ ચોરીનો ઉકેલેલો ભેદઃ રૂા.2.50 લાખના ઘરેણાં સહિત રૂા.13800 રોકડાઅને એક મોબાઈલ બરામદ

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

ડીઆઈએના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

vartmanpravah

Leave a Comment