July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી તાલુકા અને નગરપાલિકા ખાતે 76મા સ્‍વાતંત્રય દિનની કરાયેલી ઉજવણી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16
પારડી તાલુકા અને નગરપાલિકા ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી અનદુસુરેશ ગોવિંદ જ્‍યારે પારડી નગરપાલિકા ખાતે પ્રમુખ હસુભાઈ રાઠોડ દ્વારા ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર પારડી વિસ્‍તારમાં ખૂબ જ ધામધુમથી 76મા સ્‍વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. પારડી મામલતદાર ખાતે મદદનીશ કલેકટર અને પારડીના પ્રાંત અધિકારી અનંત સુરેશ ગોવિંદના હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યું હતું. વંદન બાદ અનેક ક્ષેત્રે સફળતા મેળવનારાઓને એવોર્ડ આપી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પ્રાંત અધિકારીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, આપણે આઝાદી અપાવનારા ક્રાંતિકારીઓ અને સ્‍વતંત્રતા સેનાનીઓને આ પ્રસંગે યાદ કરી તેમને નમન કરવા જોઈએ તેઓ દ્વારા જ આપણને બ્રિટીશ રાજથી આઝાદી અપાવી હતી. આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તેમણે હર ધર તિરંગા થકી દેશભક્‍તિ વધશે હોવાનું જણાવ્‍યું હતું. આજે સમગ્ર વિશ્વ પણ એકતાના પ્રતીક તરીકે ભારતને જુએ છે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, દેશ સેવાના અનેક વિકલ્‍પ છે વીજળી બચાવો, પાણી બચાવો, વૃશ્રો વાવો, અન્નનો બગાડ કરવો નહીં વિગેરે થકી પણ દેશ સેવા થઈ શકે છે.
મામલતદાર ખાતે યોજાયેલા ધ્‍વજવંદન કાર્યક્રમમાં અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ મામલતદાર આર.આર. ચૌધરી, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, અલી અન્‍સારી,મામલતદાર કચેરીનો સ્‍ટાફ તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, શિક્ષકો, બાળકો અને મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
એવી જ રીતે પારડી નગરપાલિકા ખાતે પણ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડે ધ્‍વજવંદન કર્યું હતું. આ ધ્‍વજવંદન કાર્યક્રમમાં પારડીના પ્રબુદ્ધ નાગરિકો નગરપાલિકાના સદસ્‍યો કર્મચારીઓનો સ્‍ટાફ તથા મોટી સંખ્‍યામાં નગરજનો આ ધ્‍વજ વંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ નગરના વિકાસના કામો વિશે માહિતી નગરજનોને આપી સૌને આજના સ્‍વતંત્ર દિનની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું કામદારોનું શોષણ : પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને પાઠવેલું આવેદન પત્ર

vartmanpravah

અતુલ હાઈવે ઉપર સુરત મહાનગર પાલિકાના કર્મચારી સહિત કારમાં દારૂનો જથ્‍થો લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

વાપીના ઓટો શો રૂમોમાં ચોરી કરી ફરાર થયેલો ચોર ઝડપાયો

vartmanpravah

ચીખલી તાલુકાના નોગામા ગામે સ્‍મશાનની સગડીની પ્‍લેટ ચોરાઈ

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે બેઠક કરી વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા કરેલી હાકલ : દાનહ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે મંડી પડવા પણ કરેલી તાકિદ

vartmanpravah

મોટી દમણની નવનિર્મિત શાકભાજી અને મચ્‍છી માર્કેટનો કરાયો પ્રારંભઃ વિક્રેતાઓ અને ખરીદદારોમાં આનંદની લાગણી

vartmanpravah

Leave a Comment