August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ભામટી ખાતે યોજાયેલ 76મા સ્‍વાતંત્ર્ય દિન પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે તિરંગો લહેરાવ્‍યા બાદ વિદ્યાર્થીઓને સ્‍વચ્‍છતાની આદત પાડવા ટકોર કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, તમારા ઘરે પણ મમ્‍મી-પપ્‍પા કે દાદા-દાદીને કચરો ગમે ત્‍યાં ફેંકવા નહીં પરંતુ કચરા ટોપલીમાં જ નાંખવા અને સૂકો તથા ભીનો કચરો અલગ અલગ કરવા સમજણ આપવા જણાવ્‍યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના વક્‍તવ્‍યમાં યાદ અપાવતા જણાવ્‍યું હતું કે, આ ભામટી શાળામાં જ હું ધોરણ 1 થી 7નો અભ્‍યાસ કર્યો છે. આ શાળા પ્રત્‍યે મને હંમેશા અંગત લાગણી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરવા અને મોબાઈલ ફોનથી દૂર રહેવા સલાહ આપી હતી.
આ પ્રસંગે પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્યા શ્રીમતી પ્રેમિલાબેન ટંડેલ અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાઈન્‍ચાર્જ આચાર્યા શ્રીમતી દીપ્તીબેન ભગત, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સહિત સ્‍કૂલ મેનેજમેન્‍ટ કમીટિના સભ્‍યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
—————

Related posts

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

સંઘપ્રદેશ રમત અને યુવા વિભાગ દ્વારા સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

vartmanpravah

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

vartmanpravah

Leave a Comment