October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

રાષ્‍ટ્રપતિને જિલ્લા કલેક્‍ટર મારફત ઘટનાને વખોડતું અને ભવિષ્‍યમાં ઘટનાનું પુનરાવર્તન નહીં તેની કાળજી માટે પાઠવનારૂં આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: દમણ-દીવના નવગઠિત અનુ.જાતિ અને જનજાતિ વિચાર મંચ દ્વારા આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી રાજસ્‍થાનમાં એક દલિત બાળકની પીવાના પાણીના મુદ્દે હેડ માસ્‍ટર દ્વારા કરાયેલી હત્‍યાના વિરોધમાં શાંત રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્‍થાનના ઝારોલ જિલ્લાની સુરાણાની સરસ્‍વતી વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ઈન્‍દ્ર મેઘવાલે હેડ માસ્‍ટરના માટલામાંથી પાણી પીવાની કરેલી ગુસ્‍તાખી બદલ ગુસ્‍સે થયેલા હેડ માસ્‍ટરે સખત માર મારતાં તેનું હોસ્‍પિટલમાં મોતથયું હતું. તેના વિરોધમાં આવતી કાલે દમણના અનુ.જાતિ અને જનજાતિ વિચારમંચ દ્વારા સવારે 10:00 વાગ્‍યે એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ઉપસ્‍થિત રહેવા અનુ.જાતિ અને જનજાતિના વિવિધ સમાજોએ સામુહિક અપીલ કરી છે. જેમાં હળપતિ સમાજના શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, શ્રી ભાવિકભાઈ હળપતિ, દમણ માહ્યાવંશી સમાજના શ્રી અનિલભાઈ દમણિયા, ભામટી પ્રગતિ મંડળના શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી રિતેશ (પિકિન) કોન્‍ટ્રાક્‍ટર, શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી દિનેશભાઈ ધોડી, શ્રી સંતોષ કારલેકર તથા દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો સમાવેશ થાય છે.

Related posts

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સતત પ્રયાસોના કારણે ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આર.બી.આઈ. દ્વારા મળેલું લાઇસન્‍સ

vartmanpravah

Leave a Comment