October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: ખેરગામ તાલુકા મથકબન્‍યાને સાત વર્ષના વહાણા વાઈ ગયા પરંતુ નહીં ગ્રામ્‍ય કે નહીં શહેરમાં ગણાતું અને રૂરર્બનમાં પણ સમાવેશ નહીં થતા નગરના રહેવાસીઓની પાણી અને ગટરની સમસ્‍યાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે, જેમાં ગ્રામ પંચાયતની નિષ્‍ક્રિયતા વિપક્ષીપણુ ખલનાયક બને છે.
પ્રાપ્ત વિગત મુજબ બરોડા બેંક પાછળ સૌ પ્રથમ ત્રણ સ્‍લેબવાળું એપાર્ટમેન્‍ટ બનેલું, જેનો ઉપલો બીજો માળ જર્જરિત થવાથી સંપૂર્ણ ખાલી છે. જેના લીધે 1લો માળ પણ ખાલી છે. જ્‍યારે ભોંય તળિયે ચારેક કુટુંબો રહે છે જેઓના પર જોખમ ઝળુંબે છે. આ એપાર્ટમેન્‍ટ પ્‍લાસ્‍ટરહિત હોય દીવાલો ઉપર ઘાસચારો ઊગી નીકળ્‍યો છે જ્‍યારે ચાર કુટુંબ માટે પણ હવે ખાળકુવા-ડ્રેનેજ વારંવાર તકલીફ સર્જે છે જેના બિલ્‍ડરે હાથ ઊંચા કરી મૂકેલા છે.
જ્‍યારે ત્રણ ભાગીદારો દ્વારા ઓમ સાંઈ રેસીડેન્‍સી અને સાંઈ રેસીડેન્‍સીમાં 28-28 ત્રણ માળી ફલેટ્‍સ બનેલા છે જેમાં પણ ડ્રેનેજના અભાવે ગંભીર સમસ્‍યા સર્જાતા લોકો ખાલી કરી રહ્યા છે. ખાસ કરીને સહયોગ સોસાયટીની ઓમ સાઈ રેસી. માં તો ભોંયતળિયુ જ ઉંચુ નહીં બનાવતા હાલમાં ભોંય તળિયાના પાર્કિંગમાં ઠેર ઠેર ગંદકી અને ચેમ્‍બર્સ ઉભરાઈ રહી છે, કયાંથી ચાલીને અંદર જવું તે મુશ્‍કેલ છે. જેથી 28 ફલેટમાંથી 10 ખાલી છે. ભાડે આપેલા કેવેચાયેલા 18 માંથી મોટે ભાગનાને પીવાનુ પાણી પણ નથી તો કપડાં વાસણનું પાણીની તો વાત જ શી કરવી. રેસી.નો પોતાનો કુવો કે ખાળકુવા બધું જ એકાકાર થઈ ગયું છે અને તમામ ડ્રેનેજનું પાણી નીચે ખુલ્લામાં ઉભરાઈ ગંદકી બદબૂ ફેલાવે છે. આરોના બુલા મંગાવીને કામ ચલાવે છે. એપાર્ટમેન્‍ટની ખરાબ દશામાં ત્રણે ભાગીદારો પણ નજર નાખતા નથી. જેથી મજબૂર થઈને ફલેટધારકે પણ ઘર બદલવું પડ્‍યું છે.
ખેરગામની ગટરની ગંભીર સમસ્‍યા પ્રત્‍યે છઠ્ઠી ઓગસ્‍ટે પંચાયતમાં સભા મળી હતી. જેમાં ગટર વ્‍યવસ્‍થા સમિતિની રચના કરી તેના પ્રમુખપદે શ્રી ધર્મેશ ભરૂચા-માજી સરપંચપતિને જવાબદારી સોંપવામાં આવતા તેઓ જિલ્લા પંચાયતના માજી સભ્‍ય પ્રશાંત પટેલ, હાલના તા.પં. પ્રમુખ રક્ષા પટેલ, પંચાયત સભ્‍યો, ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાથે પરામર્શ કરીને કામ ચલાઉ ઉકેલ શોધવામાં મંડી પડ્‍યા છે કે જેથી ગણેશ ઉત્‍સવ અને નવરાત્રીના તહેવારોમાં લોકોને ગંદકી જોવી પડે નહીં. ખેરગામના સરપંચો વિપક્ષી રહ્યા હોય ડબલ એન્‍જિન સરકારનો લાભ ગામની જનતા કે પંચાયતને મળતો નથી અને સરકારી લાભ લેવા માટે હોદ્દેદારો પણ સક્રિય નથી. હાલના સરપંચ તો જાણે ખેરગામ તળના છે જ નહીં તે પ્રમાણે રહે છે અને ગટર પ્રમુખ કેપત્રકારના ફોન પણ ઉંચકતા નથી. કમસેકમ મિસકોલ જોઈને પૂછવાની પણ દરકાર કરતા નથી. દીપમાલા ટોકીઝ પાસે જે પાણી રેલાય છે તે અટકાવવા કે તેનો નિકાલ કરવા પણ પંચાયત સક્રિય થતી નથી. જેનાથી દુકાનદારો રાહદારીઓ પરેશાન છે.

Related posts

દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી એક બાળકને અન્‍ય રાજ્‍યના માતા-પિતાને દત્તક અપાયું

vartmanpravah

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment