Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

  • સંસદની જળ સંસાધન સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષ હસમુખભાઈ સોમાભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને 9 સાંસદોની રહેલી ઉપસ્‍થિતિ

  • નંદઘર અને ગ્રામ પંચાયતના કાર્યાલય અને કામકાજથી પ્રભાવિત બનેલા સાંસદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે સંસદની ડિપાર્ટમેન્‍ટલી રિલેટેડ સ્‍ટેન્‍ડીંગ કમિટી અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્‍યોએ દમણવાડા ગ્રામ પંચાયત અને દમણવાડા ખાતેના નંદ ઘરની મુલાકાત લીધી હતી.
જળ સંસાધન સંસદીય સ્‍થાયી સમિતિનું નેતૃત્‍વ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલે કર્યું હતું. તેમની સાથે સાંસદ શ્રી પી. રવિન્‍દ્રનાથ, સાંસદ શ્રી એમ. ધનુષ કુમાર, સાંસદ શ્રી માધવ ગોરંતલા કુર્વા, સાંસદ શ્રી શિવકુમાર સી. ઉદાસી, સાંસદ શ્રી અરૂણસિંહ, સાંસદ શ્રી ચંદનસિંહ વગેરે સાથે સંસદીય સમિતિનાઅધિકારીઓ, દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
સાંસદોના જૂથે નંદઘરની ખૂબ જ પ્રશંસા કરી હતી અને નંદઘરમાં બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓને આપવામાં આવતા આહારની સુવિધા બાબતમાં પણ જાણકારી મેળવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયની મુલાકાતથી પણ સાંસદોનું જૂથ ખૂબ જ પ્રભાવિત થયું હતું અને સરપંચશ્રી મુકેશ ગોસાવી સાથે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરી હતી.

Related posts

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

vartmanpravah

વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્‍સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્‍થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

vartmanpravah

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment