October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલીની દરેક આંબેડકર સામાજિક સંગઠન દ્વારા કલેક્‍ટરને રાજસ્‍થાન ઝાલોરની શાળાના શિક્ષક દ્વારા નવ વર્ષના દલિત વિદ્યાર્થીને માર મારતા ત્‍યારબાદ એ વિદ્યાર્થીનું મોત થતાં આ ઘટનાના વિરોધમાં દાનહના દરેક સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું અને હત્‍યાના આરોપી શિક્ષકને કડકમાં કડક સજા કરવા માંગ કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર રાજસ્‍થાનના ઝાલોર જિલ્લાની સરસ્‍વતી વિદ્યા મંદિર શાળામાં એક માસુમ બાળક મોતનો શિકાર થયેલ છે. ગત 20 જુલાઈના રોજ 9 વર્ષનો ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થી ઈન્‍દ્ર મેઘવાલે શાળાના હેડમાસ્‍તરના હેડમાસ્‍તર છૈલસિંહ રાજપૂત સમાજનાહોય જેણે બાળક ઈન્‍દ્ર મેઘવાલને તરસ લાગતા એણે હેડ માસ્‍તરની કેબિનમાં રાખવામાં આવેલ માટલામાંથી પાણી પીધું હતું. જેને હેડમાસ્‍તર છૈલસિંહે જોઈ લેતા છોકરાને સખત માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાળકને સારવાર અર્થે હોસ્‍પિટલમાં દાખલ કરેલ જ્‍યાં તેનું 13 ઓગસ્‍ટના રોજ સારવાર દરમ્‍યાન મોત થયું હતું. આ ઘટનામાં માંગ કરીએ છીએ કે ઈન્‍દ્ર મેઘવાલના હત્‍યારા છૈલસિંહને ફાસ્‍ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્‍દીથી જલ્‍દી ફાંસીની સજા આપવામાં આવે અને ઈન્‍દ્રના પરિવારને આર્થિક નુકસાનનું વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
આ અવસરે લુંબિની બુદ્ધવિહાર ફાઉન્‍ડેશન, સંવિધાન ગૌરવ સમિતિ, ડો. બાબા સાહેબ આંબેડકર સેવા સંગઠન, સમ્રાટ યુવા મંચના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી કપરાડાના કુંભઘાટનું ધોવાણઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે 

vartmanpravah

Leave a Comment