December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

કારચાલક કનૈયા ફરાર, અન્‍ય ઈસમ દેવીસિંહ રાજપૂતની પોલીસે 20.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ નજીક હાઈવે ઉપર ડુંગરી રૂરલ પોલીસે વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન હુન્‍ડાઈ વરના કારના 83 કોથળામાં ભરેલ રૂા.17.81 લાખની બજાર કિંમતનો 178 કિ.ગ્રા. ગાંજો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી હતી.
વલસાડ ડુંગરી પોલીસ પી.આઈ. એસ.એસ. પવાર અને ટીમને મળેલી બાતમી આધારે બાલાજી હોટલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર નં.આર.જે.30 સીએ 7070 આવતા ટ્રાફિક જામ કરી પોલીસે કાર અટકાવાની કોશિષ કરી, પણ કાર ચાલકે કાર ભગાડી દીધી હતી. ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરતા કાર હાઈવે છોડી બીજા રસ્‍તે બાલાજી રેફર કંપની તરફ જતા કાર ખાડામાં પટકાઈ હતી. કાર ચાલક કનૈયા જગદીશ ચૌધરી અંધારામાં ફરાર થઈ ગયો હતો. સાથે રહેલ આરોપી ઈસમ દેવીસિંહ રાજપૂત રહે.ભિલવાડા રાજસ્‍થાનને પોલીસે દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં કારમાં 178 કિ.ગ્રા. ગાંજો 83 પાર્સલોમાં ભરેલો મળી આવેલ. જેની બજાર કિંમત રૂા.17.81 લાખ, બે મોબાઈલ અને કાર મળી પોલીસે કુલ 20.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દેવીસિંહની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સદર ગાંજો વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાનપહોંચાડવાનો હતો.

Related posts

ધરમપુર જાગીરી પંચાયતમાં તલાટી દ્વારા 2021માં જન્‍મ-મરણ નોંધણી ઓનલાઈન ન કરાતા ગ્રામજનો મુશ્‍કેલીમાં

vartmanpravah

ધરમપુર ધામણી ગામે પ્રેમીના ઘરે લીવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતિએ જીવુ ટુંકાવ્‍યુ

vartmanpravah

આજથી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે

vartmanpravah

વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રી દરમિયાન તસ્‍કરો રૂા.3.40 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

vartmanpravah

વલસાડની શાકમાર્કેટનાં પ્રશ્ને લોકદરબાર બોલાવવાની કલેકટર સમક્ષ માંગણી

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment