October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

ચેતાલીબેન રાજપૂત ઈકોફ્રેન્‍ડલી શ્રીજીનીમાટીની મૂર્તિઓનું સર્જન કરી માટીની મૂર્તિઓ વાપરવાની અપીલ કરી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: માનવ જીવનમાં રિધ્‍ધિ સિધ્‍ધિ સુખ સંપત્તિ અર્પતા ગૌરીપૂત્ર ગણેશજીની પધરામણી આડે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે ત્‍યારે શ્રીજીની મૂર્તિઓ લાવવા-પધારમણીનો દોર સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂ થઈ ચૂક્‍યો છે ત્‍યારે વલસાડની મહિલા મારા ગણેશ માટીના ગણેશ ની મુહિમ ચલાવી રહ્યા છે. નદીની માટીની ઈકો ફ્રેન્‍ડલી શ્રીજીની કલાત્‍મક મૂર્તિઓ બનાવી તેમજ મૂર્તિ બનાવવાનું પ્રશિક્ષણ ઓનલાઈન, ઓફલાઈન આપી રહ્યા છે. જેનો વલસાડ શહેર સહિત આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
વલસાડ શહેરમાં વસતા એલાઈડ આર્ટ નેશનલ ડીપ્‍લોમા ઈન ફાઈન આર્ટસની ડીગ્રી ધરાવતા ચેતાલીબેન રાજપૂત છેલ્લા 7 વર્ષથી માટી દ્વારા કલાત્‍મક શ્રીજીની મૂર્તિઓ બનાવવાની તાલીમ ઓફ એન્‍ડ ઓનલાઈન પણ આપી રહ્યા છે. અન્‍ય પદાર્થો દ્વારા બનાવાતી મૂર્તિઓ પાણીમાં વિસર્જન થાય ત્‍યારે લાગણીને ઠેસ પહોંચે છે તેથી માટીની મૂર્તિઓ શ્રેષ્‍ઠ છે તેવુ ચેતાલીબેન જણાવી રહ્યા છે. આર.બી.આઈ.ના સી.આઈ.ઓ. અનિરુધ્‍ધી ભટાચાર્ય માટે વુડન આર્ટ કેલેન્‍ડર તેઓ બનાવી આપે છે. તેઓ વુડન આર્ટમાં પણ નિપુણતા ધરાવે છે. પર્યાવરણની જાળવણીની મુહિમખાસ કરીને શ્રીજીની મૂર્તિઓ ઈકો ફ્રેન્‍ડલી બનાવવા ઉપર વિશેષ ધ્‍યાન લોકોનું દોરી રહ્યા છે.

Related posts

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

Leave a Comment