Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ભારતમાં ભ્રષ્ટાચારે કેટલી હદે પોતાના મૂળિયાં પકડી લીધા છે તેનું નવીનતમ ઉદાહરણ પં. બંગાળમાં શિક્ષકોની ભરતી માટે થયેલા ભ્રષ્ટાચાર. એક સમય એવો હતો જ્‍યારે શિક્ષણ મંત્રાલયથી લઈને શિક્ષક સુધી તેને સૌથી પવિત્ર વિભાગ અને કાર્ય માનવામાં આવતું હતું. પરંતુ જ્‍યારે શિક્ષકોની ભરતી લાંચ લઈને કરવામાં આવે છે ત્‍યારે તેઓ કયા સ્‍તરે ભણાવશે? આનો અંદાજ લગાવી શકાય છે. પોલીસ વિભાગનેઆજે પણ કદાચ સૌથી ભ્રષ્ટ ગણાય છે, પરંતુ આ ક્ષેત્રમાં તેનું વર્ચસ્‍વ હવે ઘટી રહ્યું છે કારણ કે ખુદ રાજકારણીઓના નામે નવા નવા રેકોર્ડ નોંધાઈ રહ્યા છે. પરંતુ આ ભ્રષ્ટાચાર એવો છે કે તે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે, જે આપણા રોજિંદા જીવનનો ભાગ નહોતો, તે ભ્રષ્ટાચારનો સીધો સંબંધ રાજકારણ સાથે જોડાયેલો છે. રાજકારણમાં જ ભ્રષ્ટાચારના આરોપમાં સજા ભોગવી રહેલા રાજકારણીઓ પોતે જ રાજકીય પક્ષો ચલાવી રહ્યા છે અને લોકો તાળીઓના ગડગડાટમાં તેમને વધાવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો માટે ભ્રષ્ટાચારનું હબ એટલે કપરાડા કહેવાય સમગ્ર રજ્‍યમાં પ્રથમ નંબર મેળવવાની હરિફાઈમાં કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ભ્રષ્ટાચાર કરી શિક્ષકોની પાસેથી સાધનોની ખરીદી સર્વિસ બુક ના કામે કે કોઈપણ અંગત વિવાદીત ઘટના કઈ પણ રીતે રૂપિયા ઉઘરાણી કરી શકાય તેના અવનવા કિમિયા શોધતા રહે છે. શિક્ષકોની કોઈક કમજોરી પકડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો વહીવટી કામ હોઈ કે કપરાડામાં જાતીય સતામણી શારીરિક શોષણ જેવી શિક્ષક સમાજ શરમજનક બાબત પૈસાની ઉઘરાણીઓ અગર દારૂની મહેફિલ થતી હોય છે.
કપરાડામાંએક શિક્ષક જે એચ ટાટ આચાર્ય હોવાનો ગેરલાભ લઈ, ગુજરાત રાજ્‍ય મુલ્‍કી સેવાના નિયમોનો સરેઆમ ભંગ કરનાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ખુલ્લી ચેલેન્‍જ કરતો હોય એવો આચાર્યનું એક નવું કારનામું શિક્ષક (ઓળખપત્ર) આઈ કાર્ડ કૌભાંડ બહાર આવ્‍યું છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા 24 જેટલા કેન્‍દ્રના અંદાજીત 1500 જેટલા શિક્ષકોના આઈ કાર્ડ બનાવવા માટે શિક્ષક દીઠ કેન્‍દ્ર શિક્ષક દ્વારા 100 રૂપિયા ઉઘરાણી કરી શિક્ષકોને આઈ કાર્ડ આપવા માટે પાનસ નજીક આવેલ એક ફોટોગ્રાફર સાથે સાંઠગાંઠ ગોઠવી હતી. 80 રૂપિયામાં એક આઈ કાર્ડનો ભાવ નક્કી કરી 20 રૂપિયા દલાલી નક્કી થઈ હતી.
દોઢ વર્ષ કરતા વધુ સમય વિતી જવા છતાં એક પણ શિક્ષકને આઈ કાર્ડ બનાવી આપવામાં આવ્‍યંું નથી. કપરાડા શિક્ષકોના આશરે 1,50,000 રૂપિયા કપરાડા તાલુકા શિક્ષક સંઘના આ મહાસય દ્વારા ચાવ કરી ગયા હોવાની વાત જાણવા મળી રહી છે. કપરાડામાં અવનવા કૌભાંડ મીડિયા દ્વારા પ્રસિધ્‍ધ થતા રહે છે. છતાં ટીપીઈઓ અને ડીપીઈઓ અજાણ કેમ રહે છે ?

Related posts

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્‍ય કર્મચારી સહિત વધુ ચાર જેટલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર

vartmanpravah

Leave a Comment