Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

કોથરવાડીના ચાર ઈસમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ : કુતરાની જેમ મારી નાખવાની ધમકી આપેલી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં ગઈકાલ શનિવારે સાંજના સુમારે ચકચારી ઘટના ઘટી હતી. સ્‍થાનિક કોથરવાડીમાં રહેતા ચાર ઈસમો નિર્દય બની પાઈપ અને લાકડા લઈ ધસી આવી સાત જેટલા નિર્દોષ શ્વાનને માર ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા સોસાયટીના બિલ્‍ડરે ચારેય ઈસમો વિરૂધ્‍ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પવિત્ર શ્રાવણ મહિનામાં લોકો દાન-પુણ્‍ય કરતા હોય છે ત્‍યારે પારડી કોથરવાડીમાં રહેતા રમણ પટેલ, સંજય ડાહ્યાભાઈ પટેલ, ધનસુખ પટેલ અને પ્રકાશ વિઠ્ઠલ પટેલ નામના ચાર ઈસમો પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં પાઈપ અને લાકડા લઈ ધસી આવ્‍યા હતા.સોસાયટીના છ થી સાત કુતરાને ઢોર માર મારી મોતને ઘાત ઉતારી દીધા ત્‍યારે સ્‍થાનિક રહીશોની લાગણી દુબાઈ હતી. સોસાયટીના ઓફીસ કર્મચારી, બિલ્‍ડર પરષોત્તમભાઈ ઠાકરશી અને અન્‍ય સમજાવા ગયા ત્‍યારે ચારેય ઈસમોએ ધમકી આપી હતી. અમારા મરઘાનો શિકાર કુતરા કરે છે તેથી મારી નાખ્‍યા, તમે પણ વધુ બોલશો તો કુતરાની જેમ મારી નાખીશું. તે પછી સોસાયટીના રહીશોએ કુતરા મારી નાખનાર ચાર ઈસમો વિરૂધ્‍ધ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

સ્‍વયંસેવક દિવસ નિમિત્ત ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍વિમિંગની તાલિમ પૂર્ણ કરાઈ

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

વાપી નગરપાલિકાની પ્રથમ સામાન્‍ય સભા આજેયોજાશે : નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે

vartmanpravah

Leave a Comment