Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર

  • શંકાસ્‍પદ મોતને લઈ જિલ્લા ભરની પોલીસ ઘટના સ્‍થળે

  • ઘટનાને આશરે 20 કલાક બાદ સ્‍થળ પર પહોંચેલી પોલીસે ઘોડા છૂટી ગયા બાદ તાળા માર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી પાર નદી કિનારે અતુલ ડેમ પર જવાના રસ્‍તામાં ઉભેલી મારુતિ બલેનો કારમાં પાછળના ભાગે બે સીટના વચ્‍ચે એક મહિલા પડી હોય અને કાર લોક હોવાની જાણ સ્‍થાનિકોએ પારડી પોલીસને કરતા પારડી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. અને પારડી પોલીસે બલેનો કાર નંબર જીજે 15 સીજી 4226 કારનો કાચ તોડી ચેક કરતા કારના પાછળની સીટ નીચે એક મહિલા મૃત હાલતમાં મળી આવતા પારડી પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં એલસીબી સહિતની ટીમ પણ દોડી આવી હતી. સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ આ કાર કાલે સાંજે 3થી 4 ના ગાળામાં આવી હોવાનું જણાવતા પોલીસ ઘટનાના 20 કલાક બાદ પહોંચતા ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવા જેવી સ્‍થિતિ સર્જાઈ હતી.
વધુમાં વલસાડ સીટી પોલીસ મથકે ફેમસ સિંગર વૈશાલીબેન હિતેશભાઈ બલસારા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પારડી પોલીસે વૈશાલીના પતિ હિતેશને ઘટના સ્‍થળે લઈ ગઈ જતા ઓળખ દરમિયાન હિતેશે બલેનો કાર તેમની પત્‍ની વૈશાલીની હોવાની ઓળખ કરી હતી.
છેલ્લા કેટલાકસમયથી આ જંગલી વિસ્‍તાર સુસાઈટ તથા પ્રેમીઓ માટે બદનામ થઈ ચૂકયો છે. તમામ પરિસ્‍થિતિ જોતાં વલસાડની આ પરણીતા કયા કારણોસર પારડી પાર નદી ખાતે કાર લઈને પહોંચી હતી. ‘‘કઈ રીતે તેનું મોત નીપજ્‍યું હતું?, પરિણીતા એકલી આવી હતી કે પછી અન્‍ય કોઈ સાથે આવી હતી?” આવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્‍યારે શંકાસ્‍પદ મોતને લઈ પોલીસે પણ એફ.એસ.એલ ટીમને પણ ઘટના સ્‍થળે તેડાવી હતી. તમામ પરિસ્‍થિતિ જોતા આ કુદરતી નહિ હત્‍યા પણ હોવાની પણ શંકા થઈ રહી છે.

Related posts

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા ‘એક તારીખ, એક કલાક’, વલસાડ જિલ્લામાં 1લી ઓક્‍ટોબરે મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે

vartmanpravah

ધરમપુર બારોલીયામાં કાર્યરત નિવાસી શાળામાં ચાલતી ગેરરીતીઓ અંગે પોલીસમાં રાવ કરાઈ

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment