October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

પ્રદેશના થયેલા અકલ્‍પનિય વિકાસ પાછળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્‍ટિનો રહેલો ફાળોઃ પ્રદેશ એનસીપી પ્રમુખ ધવલ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ નિમિત્તે લોકોમાં સ્‍વયંભૂ સેવા સમર્પણની ભાવના જોવા મળી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યવિધાતા બનેલા શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા એન.સી.પી.ના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ એન.સી.પી.ના પ્રદેશ પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈના જણાવ્‍યા પ્રમાણે પ્રદેશના થયેલા અકલ્‍પનિય વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્‍ટિ રહેલી છે. તેમના જન્‍મદિન નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તેમના નિરોગી જીવન અનેદીર્ઘાયુની કામના કરી હતી.
દમણવાડા ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ, પ્રદેશ એન.સી.પી. ઉપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ માઈનોરિટીના અધ્‍યક્ષ શ્રી ફૈયાઝભાઈ વગેરે પણ વિતરણ કાર્યમાં જોડાયા હતા.

Related posts

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

Leave a Comment