December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં ઈન્‍ડસ્‍ટ્રીઝની ઓફીસમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારી ઝડપાયા

ઈન્‍ડસ્‍ટ્રીઝ માલિક જ કંપનીમાં જુગારધામ ચલાવતાનું બહાર આવ્‍યું : પોલીસે રોકડા, મોબાઈલ, વાહનો મળી રૂા.9.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: શ્રાવણ વિતી ગયો છતાં પણ જુગારના શાખોની હજુ પણ જુગાર રમવામાં મસ્‍ત છે તેવી ઘટના રવિવારની રાતે વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈઝમાં ઘટી હતી. પોલીસે એક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં રેડ કરીને 7 જુગારીઓને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
વાપી જી.આઈ.ડી.સી. પોલીસ પી.એસ.આઈ. ડામોરને મળેલી બાતમી આધારે રવિવારે રાત્રે જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઝ પ્‍લોટ નં.303/5-બીમાં કાર્યરત સમોર ઈન્‍ડસ્‍ટ્રીઝમાં રેડ પાડી હતી. કાર્યવાહીમાં કંપની માલિક દશરથભાઈ પંચાલ જુગાર ધામ ચલાવતો હોવાનું બહાર આવ્‍યું હતું. પોલીસે જુગાર રમતા દશરથભાઈ ઈશ્વરભાઈ પંચાલ (રહે.અવધ, ટુકવાડા), કરણ હરેશ ભગત (રહે.હિતાર્થ સોસા.છરવાડા રોડ), ચન્‍દ્રકાન્‍ત નટવરભાઈ પટેલ (રહે.હિતાર્થ સોસાયટી), ભરત અમરત પંચાલ (રહે.મંગલ વાટિકા એપા.), પ્રકાશ કાન્‍તીભાઈ પંચાલ (રહે.હરિકૃપા એપા. હરિયાપાર્ક), હાર્દિક રતિલાલ જોષી (રહે.હિતાર્થ સોસાયટી) અને ભાવેશપ્રવિણભાઈ પંચાલ (રહે.હિતાર્થ સોસાયટી) મળી કુલ સાત આરોપીની પોલીસે રાત્રે અટક કરી હતી. દાવમાં રાખેલી રોકડ તથા અંગ ઝડતી તેમજ વાહનો અને સાત મોબાઈલ મળી કુલ રૂા.9,25,350 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાઈપ્રોફાઈલ જુગાર અને જુગારીઓ વેપારી-ઉદ્યોગપતિઓ હોવાથી જી.આઈ.ડી.સી. પોલીસ સ્‍ટેશનમાં સગા મિત્રો, સબંધીઓની જુગારીયાઓને છોડવવા રાત્રે ભીડ ઉમટી પડી હતી.

Related posts

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

દમણીઝાંપા હાઈવે પર ડ્રાઈવરે સ્‍ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્‍કરે મારી પલટી

vartmanpravah

મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત

vartmanpravah

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment