December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દીવ અને લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કોચીન, તા.04: કેરલના કોચિન ખાતે શુક્રવારે યોજાયેલ ભારતીય નૌકાદળના પ્રથમ સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતના લોકાર્પણ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને દેશના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ મુલાકાતની તક મળી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહને અભિનંદન પાઠવી દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મહત્‍વના મુદ્દાઓની પણ ચર્ચા-વિચારણાં કરી હતી.
રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ કેટલાક વ્‍યુહાત્‍મક વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના ઈતિહાસમાં શ્રી પ્રફુલભાઈપટેલ પહેલા એવા પ્રશાસક છે કે જેમના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી સહિતના ભારત સરકારના મહત્‍વના હોદ્દેદારો સાથે અંગત સ્‍નેહના સંબંધો રહ્યા છે.

Related posts

ભાજપની ત્રણ રાજ્‍યમાં પ્રચંડ જીતને વંકાલ ગામે કિસાન મોરચા દ્વારા ફટાકડા ફોડી વધાવવામાં આવી

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

વલસાડમાં બે સ્‍થળોએ આખલાઓનોઆતંક: વૃધ્‍ધને હવામાં ફંગાળતા સારવારમાં ખસેડાયા

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment