Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી પ્રાથમિક -ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં શિક્ષક દિનની કરાયેલી ભવ્‍ય ઉજવણી

  • મગરવાડા ગ્રામ પંચાયતના સરપંચ લખીબેન પ્રેમા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલું તિથિ ભોજન
  • જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક કાનને ખાસ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓનો વધારેલો જુસ્‍સો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દમણ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં શિક્ષક દિન નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ શિક્ષક દિન નિમિત્તે પોતાનું વક્‍તવ્‍ય રજૂ કર્યું હતું. શાળાના દરેક વિદ્યાર્થીઓને ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન્‌ના જીવન ચરિત્રનો વિડીયો બતાવવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી કાનને ખાસ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડનું સંચાલન અને શિક્ષણ કાર્યને નિહાળ્‍યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત પણ કર્યા હતા. ધોરણ 6ની વિદ્યાર્થીની કુ. વૃષિકા ધોડીની ભણાવવાની છટાની અને સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી કાનને પુષ્‍પગુચ્‍છ આપી વિદ્યાર્થીનીની પ્રતિભાને બિરદાવી હતી.
શાળાના હેડ માસ્‍તર શ્રીમતી સુમનબેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોએ ટીમ વર્કની સાથે કામ કરીકાર્યક્રમને ખુબ જ સફળ બનાવ્‍યો હતો. જેમાં શાળાની શિક્ષિકાઓ શ્રીમતી ડિમ્‍પલબેન, નિકિતાબેન, હેતલબેન, બિનલબેન, વિભૂતિબેન વગેરેની મહત્‍વની ભૂમિકા રહી હતી. શાળાના સ્‍કૂલ મેનેજમેન્‍ટ કમીટિના અધ્‍યક્ષ શ્રીમતી શિલ્‍પાબેન હાજર રહી બાળકોના ઉત્‍સાહમાં વધારો કર્યો હતો. પ્રારંભમાં શાળાના હેડ માસ્‍તર શ્રીમતી સુમનબેન પટેલે શિક્ષક દિવસનું મહત્‍વ સમજાવ્‍યું હતું. મગરવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લખીબેન પ્રેમાએ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓનો હોંશલો વધાર્યો હતો અને તેમના દ્વારા આજે તિથિ ભોજન કરાવવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમની આભાર વિધિ શ્રીમતી ડિમ્‍પલબેને આટોપી હતી.

Related posts

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહ જિલ્લાને કુપોષણ, ટી.બી. અને રક્‍તપિત મુક્‍ત જિલ્લો બનાવવા શરૂ કરાયેલી કવાયત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે કરેલા પ્રદેશ નિરીક્ષણને જાય છે

vartmanpravah

Leave a Comment