October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે દરેક રમતની તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત કેમ્‍પસ ખાતે આંતર કોલેજ બોક્‍સીંગ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજના ખેલાડી મિત્રોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્‍ટમાં સદર કોલેજનો વિદ્યાર્થી મહેતા હેત(વ્‍.ળ્‍.ગ્‍.ઘ્‍ંળ) વિજેતા થઈ બ્રોન્‍ઝ મેડલ હાંસલ કર્યો છે. બોક્‍સીંગની સમગ્ર તાલીમ કોલેજના શારિરીક શિક્ષણના મદદનીશ પ્રાધ્‍યાપક ડો. મયુર પટેલે પૂરી પાડી હતી. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી.ચૌહાણે, પ્રાધ્‍યાપક તેમજ ખેલાડી મિત્રોનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટે શૂભેરછા પાઠવી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

vartmanpravah

જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૨ ના નોડલ ઓફિસરોની બેઠક યોજાઇ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah

સેલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના અધુરા કામને કારણે પડતી ભારે હાલાકી

vartmanpravah

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

vartmanpravah

Leave a Comment