Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાંનોટિફાઈડ દ્વારા કાર્યરત કરાયેલ જાહેર સુલભ શૌચાલય છ મહિનાથી અસુલભ બની રહ્યું છે

લાખોના ખર્ચે બનાવેલ શૌચાલય સંચાલકને પૈસા નહી મળતા બંધ કરી દીધુ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં એક સુલભ શૌચાલયની તાતી જરૂરીયાત હતી. હજારો લોકો માટે શૌચાલયની સુવિધા નહોતી તેથી એક વર્ષ પહેલા મુંબઈની એન.જી.ઓ. અને નોટિફાઈડ દ્વારા જાહેર સુલભ શૌચાલય કાર્યરત કરવામાં આવ્‍યું હતું. પરંતુ કોઈ કારણોસર છેલ્લા છ મહિનાથી આ સુલભ શૌચાલય સામાન્‍ય જનતા માટે અસુલભ બની શોબાનો ગાંઠીયો બની ગયેલ છે.
વાપી નોટિફાઈડ દ્વારા સ્‍વચ્‍છ ભારત, સ્‍વચ્‍છ ગુજરાત, સ્‍વચ્‍છ વાપી માટે જી.આઈ.ડી.સી.માં લોકકલ્‍યાણ વેલ્‍ફેર એસોસિએશન મુંબઈ નામની એન.જી.ઓ. દ્વારા સુલભ જાહેર પે એન્‍ડ યુઝ શૌચાલય અને સ્‍નાનાગૃહ બનાવી કાર્યરત કરી દેવાનું હતું પરંતુ ન જાણે કેમ સાર-સંભાળના અભાવે અગર પૈસાની તકલીફ કે અન્‍ય કોઈ કારણોસર આ સુવિધા છ મહિનાથી અટકી પડી છે. બહારથી આવતા ટ્રક ડ્રાઈવરો, પ્રવાસીઓ માટે જરૂરી એવી આ સુવિધા લાખોના ખર્ચ બાદ પણ કેમ કાર્યરત નથી તેનો ઉત્તર નોટિફાઈડ જ આપી શકે?

Related posts

વાપી ડુંગરામાં મજૂરને વાઈપર કરડયા બાદ ફોન કરાતા રેસ્‍ક્‍યુ ટીમે વાઈપરનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

vartmanpravah

Leave a Comment