Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી નૂતનનગર આઝાદ બિલ્‍ડીંગ પાસે કાયમી ઉભરાઈ રહેલી ગટરની મરામત કરવા ઉઠેલી માંગ

છેલ્લા ત્રણ વર્ષથી ઉભરાતી આ ગટર અને વરસાદી પાણી જાહેર રોડ ઉપર વહે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી નૂતન નગરવોર્ડ નં.3ના વિસ્‍તારમાં આવેલ આઝાદ બિલ્‍ડીંગ સામે ગટરનું પાણી છેલ્લા ત્રણ વર્ષથી ઉભરાઈ જાહેર રોડ ઉપર આવતું રહ્યું છે જે જાહેર સ્‍વાસ્‍થ્‍ય માટે જોખમી બની રહેલું હોવાથી મરામત કરાવવાની સ્‍થાનિક નાગરિકોની માંગ છે.
વાપી નૂતનનગરમાં હાઈવે નજીક આવેલ આઝાદ બિલ્‍ડીંગ પાસેથી અંડરગ્રાઉન્‍ડ ડ્રેનેજ કાયમના માટે ઉભરાતી રહે છે. જેને લીધે ડ્રેનેજનું ગંદુ પાણી વરસાદી પાણી સાથે મીક્ષ થઈ વહેતું રહે છે. આ સમસ્‍યા લાંબા સમયથી ચાલી આવી છે. તેથી ગટરનું ઉભરાતું પાણી અન્‍ય અંડરગ્રાઉન્‍ડ ડ્રેનેજમાં વાળી લેવાની માંગ નાગરિકો કરી રહ્યા છે. અહીંનો એપ્રોચ રોડ પણ તૂટી ગયો છે. ખાડે ખાડા પડી ગયા છે તેની પણ મરામત કરવાની લોકોની માંગણી ઉભા થવા પામી છે.

Related posts

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

વાપી થર્ડફેઝ રોડ ઉપર રીક્ષામાં સ્‍ટંટ કરવો ભારે પડયો : પોલીસે રીક્ષા ચાલક સહિત બેની અટકાયત કરી

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment