October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલવાડા પીએચસી સેન્‍ટર ખાતે એમ્‍બ્‍યુલન્‍સ અને સેલ કાઉન્‍ટર મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: ઉમરગામ તાલુકાના વલવાડા પીએચસી સેન્‍ટરમાં રૂ.20 લાખના ખર્ચે એમ્‍બ્‍યુલન્‍સ અને લોહીની તપાસ માટે સેલ કાઉન્‍ટર મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવતા પ્રજામાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. વલસાડ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ સમક્ષ સ્‍થાનિક અગ્રણી અને -જાજનોએ એમ્‍બ્‍યુલન્‍સ અને લોહીની તપાસ માટે સેલ કાઉન્‍ટર મશીનનીઆરોગ્‍ય લક્ષી સુવિધા ઉપલબ્‍ધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્‍યાનમા રાખી જિલ્લા પંચાયતના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી મુકેશભાઈ પટેલે એમની ગ્રાન્‍ટમાંથી રૂ.15 લાખના ખર્ચે એમ્‍બ્‍યુલન્‍સ અને રૂ.પાંચ લાખના ખર્ચે લોહીની તપાસ માટે સેલ કાઉન્‍ટર મશીનની સગવડતા ઊભી કરી આજરોજ પ્રજાજનોને લોકાર્પણ કરી હતી. સાંજના ચાર કલાકે વલવાડા પીએચસી સેન્‍ટર ખાતે લોકાર્પણવિધિ કરવામાં આવી હતી. જેમાં પીએચસી સેન્‍ટરના ડોક્‍ટર હેમાન્‍સુભાઈને એમ્‍બ્‍યુલન્‍સની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતનો સભ્‍ય શ્રીમતી નયનાબેન પુરોહિત, મોહન ગામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ હળપતિ, અછારી પંચાયતના માજી સરપંચ શ્રી રામુભાઈ પટેલ, વલસાડ ભાજપા પૂર્વ મહામંત્રી અને સ્‍થાનિક આગેવાન શ્રી પ્રવીણભાઈ પટેલ, બોરલાય ગામના આગેવાન શ્રી સુભાષભાઈ પટેલ, શ્રી અજીતભાઈ પુરોહિત, શ્રી કેતનભાઈ નંદવાના, વલવાડા પંચાયતના ડેપ્‍યુટી સરપંચ શ્રી મનોજભાઈ પટેલ, અને વલવાડા પીએચસી સેન્‍ટરના સ્‍ટાફ અને સિસ્‍ટરોની હાજરી જોવા મળી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્‍કૂલના એથ્‍લેન્‍ટિકસ સ્‍પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને હાફ પેન્‍ટ તથા ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્‍ટિ

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર પલટી મારી જતાઅફરા તફરી મચી ગઈ

vartmanpravah

Leave a Comment