October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પરથી એક યુવાને નદીમા ઝંપલાવતા ઘટના સ્‍થળે જ મોત થયું હતું. કિરણ નાતરે (ઉ.વ.22) રહેવાસી વાંસદા મૂળગામ જે સાયલી ગામે શોરૂમમાં નોકરી કરતો હતો જેને એક છોકરી સાથે પ્રેમ હતો પરંતુ એના પરિવારવાળાઓએ સગાઈ કરવાની ના પાડી દેતા તેને માઠું લાગી આવતા બુધવારના રોજ બપોરે દોઢ વાગ્‍યાના સુમારે રખોલી ગામે દમણગંગા નદી પુલ પરથી નીચે ઝંપલાવી દેતા યુવાન સીધો પથ્‍થરવાળી જગ્‍યા પર પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્‍થળ પર જ એનું કમકમાટીભર્યું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ પહોંચી હતી અને યુવાનના ઓળખપત્રના આધારે પરિવારની ઓળખ થઈ હતી. પોલીસે યુવાનની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રખોલી અને નરોલી દમણગંગા નદી પુલ પરથી વારંવાર આત્‍મહત્‍યાની ઘટના બની રહી છે જેને અટકાવવા માટે નદીના પુલની આજુબાજુ જાળીઓ લગાવવા કેટલી વખત માંગ કરવામાં આવી છે. તેથી હવે એ કામ જરૂરી બની જવા પામ્‍યું છે. રખોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી છીરીમાં વી.એચ.પી. અને બજરંગ દળનું વિરાટ સંમેલન યોજાયું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment