Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

વાપી ટાઉનથી જીઆઈડીસી જે.ટાઈપ વિસ્‍તારમાં આવવા જવા માટે ઉપયોગી રેલવે નાળુ વારંવાર જવાબ દઈ દે છે

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.16: છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ધનાધન બેટીંગ વાપી શહેર અને વલસાડ જિલ્લામાં સતત ચાલુ જ રહેવાથી વાપી શહેરના તમામ નિચાણવાળા વિસ્‍તારો પાણીથી લબોલબ તરતા થયા છે ત્‍યારે છેલ્લા 24 કલાકમાં પડેલા અતિ વરસાદને લઈ વાપી પૂર્વ પશ્ચિમને જોડતા હાર્ટલાઈન જેવા રેલવેનું નવુ અને જુનુ ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતા પૂર્વ-પશ્ચિમની અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત થવા પામી છે.
વાપી પશ્ચિમથી પૂર્વમાં આવવા જવાની સુલભતા રહે તે હેતુથી પાલિકાએ લાખોના ખર્ચે રેલવેનું નવુ પહોળુ બે માર્ગીય રેલ નાળુ બનાવ્‍યું છે. પ્‍લાન નકશો બધુ બરાબર છે પણ જ્‍યારે જ્‍યારે વધુ વરસાદ પડે ત્‍યારે નાળુ તુરંત જ જવાબ આપી દે છે. પુરેપુરુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. બે દિવસથી પડી રહેલા સતત વરસાદને લીધે આજે શુક્રવારે સવારથી જ નાળામાં પાણી ભરાઈ જતા અવરજવર બંધ થઈ ગઈ હતી. જે-ટાઈપ અને જી.આઈ.ડી.સી.માં આવવા જવા માટે રેલવેનું નવું ગરનાળું અતિ ઉપયોગી અને મહત્ત્વનું છે પણ વરસાદ સામે માનવી લાચાર બની જાય છે.

Related posts

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

કોરોનાના પ્રવેશને રોકવા સંઘપ્રદેશની હોસ્‍પિટલોમાં યોજાઈ મોકડ્રિલઃ ઈમરજન્‍સી ચિકિત્‍સા સંસાધનોનું કરવામાં આવ્‍યું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

દમણની જેસન ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.એ સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાને 6 ફોટો ફ્રેમ, 02 સ્‍માર્ટ બોર્ડ, 02 કોમ્‍પ્‍યુટર, 02 માઉન્‍ટિંગ સ્‍ટેન્‍ડ અને 24 શાળાની બેન્‍ચ આપવામાં આવી

vartmanpravah

Leave a Comment