October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાના જીરવલ ગામની કોલક નદી પર જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જીરવલ ગામમાંથી કોલક નદી પસાર થાય છે. જીરવલ ગામ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલું ગામ છે. ગામનો રોજિંદા જીવન વ્‍યવહાર કપરાડા તાલુકા સાથે હોય છે.
જીરવલ ગામમાંથી પસાર થતી કોલક નદીના પર ચેકડેમ કોઝવે બનાવવામાં આવ્‍યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી કોલક નદીમાં ભારે પુર આવતું હોય છે. જેથી નદી પર કોઝવે પર પાણી ચઢી જતું હોય છે. ભારે વરસાદ થવાની કોઝવે પાણી ડૂબી જાય છે. કિનારે મોટા ભાગની વસ્‍તી ધરાવતા ફળીયા આવેલા છે. સ્‍કૂલમાં બાળકો દૂધની ડેરીમાં દૂધ ભરવા માટે રોજિંદા પેટીયું રળતા કામદારોને ભારે મુશ્‍કેલીઓ વેઠવી પડે છે.
જીરવલ ગ્રામજનોએ જાનના જોખમમાં મૂકીને નદી પાર કરતા જોવા મળે છે. સ્‍થાનિક લોકોના જણાવ્‍યા મુજબ ચૂંટણી સમયે પુલ માટે વચનો આપવામાં આવે છે. વર્ષોથી માંગ કરવામાં આવી છે. પણ હજુ સુધી અમારી સમસ્‍યાઓ દૂર કરવામાં આવી નથી.

Related posts

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહણ પૂતળું સ્‍થાપિત થશેઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

Leave a Comment