April 25, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વિકાસની વાતો ડબલ એન્‍જીન સરકાર ગુજરાત મોડલની વતો થઈ રહી છે પરંતુ આજે પણ વલસાડ જિલ્લાના અમુક ક્ષેત્રો એવા છે જ્‍યાં વિકાસ પહોંચ્‍યો જ નથી. કપરાડા તાલુકાના અમુક ગામ એવા છે જ્‍યાં આજે પણ પાક્કો રસ્‍તો નથી બન્‍યો. કીચડવાળા રસ્‍તાને નાળા કોઝવે કારણે ગામના લોકોએ ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કપરાડા તાલુકાના રાજકીયક્ષેત્રે આગળ પડતા અગ્રણીઓ જ કોન્‍ટ્રાક્‍ટ લેવામાં આવે છે. કોન્‍ટ્રાક્‍ટર પોતાની મરજીથી કામો કરે છે. વન વિભાગ દ્વારા વાડઘા ગામે નાળા કોઝવે ના કામ માટે ગ્રાન્‍ટ મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે. પણ કામ નહિવત સાઈટ પર ધક્કો બનાવવામાં આવ્‍યો છે. હાલમાં કામ અધુરું છે.
વિકાસની વાતો તો ઘણી થઈ રહી છે પરંતુ આ ગામડાઓ સુધી હજી વિકાસ પહોંચ્‍યો નથી. કપરાડા વિધાનસભા વિસ્‍તારના આ ગામનું નામ વાડઘા છે. ગામના લોકોનું કહેવું છે કે, આઝાદી પછી અત્‍યાર સુધી અમારા ફળિયામાં રોડ નથી બન્‍યો. રોડ ન હોવાને કારણે લોકોએ ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્‍ય રસ્‍તા અને સ્‍કૂલમાં જવા રસ્‍તો નથી. જતા પહેલા કોતરોમાંથી પાણી આવે છે. જ્‍યાં ચોમાસામાં હંમેશા પાણી ભરેલું હોય છે. ગામમાં મુખ્‍ય રસ્‍તો છે. ગામના બાળકો અને મહિલાઓએ ખાસ કરીને રોડ અને નાળા અભાવે ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે.
કપરાડા તાલુકાના વાડઘા ગામમાં પટેલ ફળિયામાં આઝાદીના 75 વર્ષ પછી પણ રસ્‍તો બન્‍યો નથી. બીજી તરફ જંગલ વિસ્‍તાર અને ડુંગરોની હારમાળા વચ્‍ચે આવેલ આશરે 250 થી વધુ વસ્‍તી છે 25 થી વધુ ઘરો છે અને અહીં મહત્‍વની વાત એ છે કે ગામમાં આદિવાસી સમાજના લોકોનીવસ્‍તી છે.

Related posts

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

ચીખલીમાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ભરતી વખતે જ અચાનક ધરાશયી થતા ૮ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત

vartmanpravah

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah

વાપીમાં 5 લાખની ખંડણી માંગનાર કથિત બે મહિલા પત્રકારોની આગોતરા જામીન નામંજૂર

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

Leave a Comment